For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 15 of lockdown: કોરોનાનો વધતો વ્યાપ, દેશના 50 ટકા જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ

Updated: Apr 8th, 2020

Day 15 of lockdown: કોરોનાનો વધતો વ્યાપ, દેશના 50 ટકા જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓઅમદાવાદ, તા. 8 એપ્રિલ 2020, બુધવાર

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 5000 ને પાર થઈ ગઈ છે. દેશના 50 ટકા જિલ્લાઓમાં કોરોના પ્રસરી ચુક્યો છે. મોટાભાગના કેસ જોકે મુંબઈ અને નવી દિલ્હીમાં છે. જોકે દેશમાં કુલ 10 હોટ સ્પોટ સામે આવ્યા છે. 727 જિલ્લાઓમાંથી 330 જિલ્લાઓમાં કોરોના વાયરસનો ફેલાવો થયો છે. Read More...


ગુજરાતમાં કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 179એ પહોંચ્યો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. ચારેય કેસ લોકલ ટ્રાન્સમીશનના છે. ચાર નવા કેસ નોંધાયા જેમાં ભાવનગરમાં બે, સુરતમાં એક અને વડોદરામાં એક કેસ સામે આવ્યો છે.  Read More...


દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5000ને પાર, 149ના મોત નીપજ્યા
કોરોના મહામારીએ દુનિયાની સમક્ષ મોટુ સંકટ ઉભુ કરી દીધુ છે. ભારત પણ આની અસરથી બાકાત નથી. દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોના દર્દીઓના આંકડા સતત વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા 5000 થઈ ચૂકી છે. મૃતકોનો આંકડો 149 સુધી પહોંચી ગયો છે. જોકે, 402 દર્દી કોરોનાને માત આપીને ઘરે પહોંચી ચૂક્યા છે. Read More...


કોરોના જ્યાંથી ફેલાયો તે વુહાનમાં 77 દિવસનુ લોકડાઉન ખતમ, જશ્નનો માહોલ
દુનિયાભરમાં કોરોના વાયરસ જ્યાંથી ફેલાયો છે તે ચીનના વહુલાન શહેરમાં 11 સપ્તાહનો એટલે કે 77 દિવસનુ લોકડાઉન ખતમ થયુ છે. વુહાનના લોકડાઉનનુ જ મોડેલ દુનિયાના ઘણા દેશોએ અપનાવ્યુ છે.જોકે હવે વુહાનમાં સરકારે લોકોને બહાર નિકળવાની મંજુરી આપી છે. Read More...


લોકડાઉન લંબાવવુ કે નહીં ? શનિવારે પીએમ મોદી નિર્ણય લેશે
દેશમાં 14 એપ્રિલે પુરા થતા લોકડાઉનની સમયમર્યાદા લંબાવવી કે નહી તેના પર પીએમ મોદી રાજ્યોના સીએમ તેમજ કેન્દ્ર શાસિત રાજ્યોના પ્રશાસકો સાથે વાત કરીને શનિવારે નિર્ણય લે તેવી શક્યતા છે. Read More...


મેડિકલ સ્ટાફને હેરાન કરવા ક્વોરેન્ટાઈન સેન્ટરમાં પેશાબ ભરેલી બોટલો ફેંકાઈ
દેશમાં સંખ્યાબંધ ક્વોરેન્ટાઈન સેન્ટરોમાં દર્દીઓની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફ જોડે ઉધ્ધત વર્તનના કિસ્સા બહાર આવ્યા છે. તેમાં પણ દિલ્હીમાં દ્વારકા વિસ્તારના સેન્ટરમાં તો કદાચ અભદ્ર્ વ્યવહારની હદ વટાવી દેવાઈ છે. આ કેન્દ્રમાં પેશાબ ભરેલી બે બોટલો મળી આવી છે.  Read More...


WHO પર ભડકયા ટ્રમ્પ, અમેરિકા તરફથી મળતુ ફંડિંગ બંધ કરવાની ધમકી
ઘરઆંગણે કોરોનાના કારણે અમેરિકા બેહાલ છે. તેવામાં પ્રમુખ ટ્રમ્પ હવે WHO પર ભડકયા છે. ટ્રમ્પે તો WHOનુ ફંડિંગ રોકી દેવાની પણ ધમકી આપી છે અને આરોપ લગાવ્યો છે કે, WHO દ્વારા ચીન પર વધારે ધ્યાન આપવામાં આવ્યુ છે. અમેરિકાના લોકોનુ ધ્યાન રાખવામાં WHO નિષ્ફળ ગયુ છે. એટલુ જ નહી વૈશ્વિક સ્તરે પણ તેને સફળતા મળી નથી. Read More...


મોદી મહાન નેતા, ભારતે અમેરિકા સાથે બહુ સારો વ્યવહાર કર્યોઃ ટ્રમ્પના બદલાયા સૂર
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર હવે પાછા બદલાઈ ગયા છે. અમેરિકાને હાઈડ્રોક્સીકલોરોક્વીન દવાની નિકાસ કરવાની મંજૂરી આપ્યા બાદ ટ્રમ્પે હવે પીએમ મોદીને બહુ સારા અને મહાન નેતા ગણાવ્યા છે. Read More...


બ્રાઝિલના રાષ્ટ્રપતિએ હનુમાનજીને યાદ કર્યા, મોદીનો આ રીતે માન્યો આભાર
કોરોના સંકટમાં મદ કરવા બદલ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આજે હનુમાન જયંતિએ હનુમાનજીને યાદ કરીને ભારતનો આભાર માન્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ ભારત દ્વારા હાઈડ્રોકસીક્લોરોક્વીન દવાની મદદ બદલ પીએમ મોદીને એક પત્ર લખીને કહ્યુ છે કે, Read More...


ઈન્દોરમાં પહેલા ડોક્ટરો પર હુમલો અને હવે પોલીસ પર પથ્થમારો
મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં એક સપ્તાહ અગાઉ કોરોનાના દર્દીની તપાસ માટે ગયેલા સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો થયો હતો. હવે ઈન્દરોમાં પોલીસ કર્મીઓ પર પણ પથ્થરમારો થયો છે. Read More...


એન્ટાર્કટિકા જઈ રહેલા જહાજમાં 60 ટકા લોકો કોરોના પોઝીટીવ, ઓસ્ટ્રેલિયાનાં સૌથી વધું નાગરિકો
એન્ટાર્કટિકાની યાત્રા પર નિકળેલા એક પેસેન્જર વહાણમાં કોરોના પોઝીટીવ પેસેન્જર મળ્યા છે. આ શિપમાં 200થી વધારે લોકોને લઈને એન્ટાર્કટિકા જઈ રહ્યું હતું. પરંતુ તેને હવે ઉરુગ્વે પાસે દરિયામાં રોકાઈ ગયું છે. Read More...


આલ્કોહોલ, બ્લીચ અને હાઇડ્રોજન પેરોકસાઇડ કોરોના વાયરસનો નાશ કરવા કેટલા સક્ષમ ?
કોરોના વાયરસનો પ્રકોપ દુનિયામાં ફેલાઇ રહયો છે ત્યારે આ મહામારી સામે લડવાનો એક માત્ર ઉપાય કાળજી અને સ્વચ્છતા છે. કોરોના વાયરસ કઇ ચીજ પર કેટલા સમય સુધી રહે છે તે જાણવું પણ એટલું જ જરુરી છે. દાત જેમ કે પ્લાસ્ટિકની પ્લેટ પર તે 15 થી 16 કલાક સુધી ટકી શકે છે જયારે પિતળ કે તાંબા પર 6 થી કલાક જ રહે છે. આથી જ તો આરોગ્ય નિષ્ણાતોએ રોજીંદા વપરાશની વસ્તુંઓ સાફ કરવાની સલાહ આપી છે. Read More...


કોરોનાની કામગીરીમાં સરકારી કર્મચારીનું ચેપથી મોત થાય તો 25 લાખની સહાય
કોરોનાની મહામારીમાં ફરજ બજાવી રહેલા રાજ્ય સરકારના કર્મચારીનું કોરોનાનો ચેપ લાગવાથી મોત થાય તો તેમના પરિવારને રૂપિયા પચીસ લાખનું વળતર આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ આ નિર્ણય રાજ્ય સરકારના અમુક વિભાગના જ કર્મચારીઓ માટે કરવામાં આવ્યો હતો, હવે રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ માટે આ નિયમ લાગુ પડશે. Read More...


અમદાવાદમાં 72% કેસ એપ્રિલના પ્રથમ 7 દિવસમાં જ નોંધાયા
કોરોનાના સૌથી વધુ કેસ મામલે અમદાવાદ હવે 'એપિસેન્ટર' બની ગયું છે. અત્યારસુધી નોધાયેલા ૮૩ કેસમાંથી 60 પોઝિટિવ કેસ માત્ર એપ્રિલમાં જ નોંધાયા છે. આમ, અમદાવાદમાં કોરોનાના અંદાજે 72% કેસ એપ્રિલના 7 દિવસમાં જ નોંધાઇ ચૂક્યા છે અને તેના પરથી સ્થિતિ કેટલી ગંભીર થઇ ગઇ છે તેનો તાગ મેળવી શકાય છે. Read More...


પાળતુ શ્વાનને પણ નિયમિત રીતે સેનેટાઇઝ કરવા જરૂરી, હોંગકોંગમાં શ્વાનને કોરોના થયાના 2 કેસ નોંધાયા
તમારી પાસે પાળતુ કૂતરો હોય તો તેને કોરોના થવાની સંભાવના ઓછી છે. પરંતુ તકેદારીના ભાગરૂપે તમે તમારા કૂતરાને જ્યારે પણ બહાર લઇ જાવ ત્યારે તેને યોગ્ય રીતે સેનેટાઇઝ કરવા જોઇએ તેવું વેટરનરી ડોક્ટરોનું માનવું છે.  Read More...


કોરોના લોકડાઉનથી ભારતમાં અસંગઠિત ક્ષેત્રના 40 કરોડ કામદારો ગરીબીમાં ધકેલાઇ જશે
કોરોના મહામારીને કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનને પગલે ભારતના અસંગઠિત ક્ષેત્રના 40 કરોડ કામદારો ગરીબીમાં ધકેલાઇ જશે તેમ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન(આઇએલઓ)એ એક અહેવાલમાં જણાવ્યું છે.  Read More...


ગુજરાતમાં કોરોનાગ્રસ્ત 11માંથી સરેરાશ 1 વ્યક્તિનું મૃત્યુ થાય છે
ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસ ગુજરાતમાં 14 લોકોને ભરખી ગયો છે. આમ, કોરોનાથી દેશમાં સૌથી વધુ મૃત્યુ થયું હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. જોકે, મૃત્યુદરની રીતે ગુજરાત મોખરે છે.  Read More...


આતંકવાદી સંગઠન તાલિબાને મુસ્લિમોને ઘરમાં રહીને નમાઝ પઢવાની સલાહ આપી
કોરોનાના આતંકથી આતંકવાદીઓ પણ ડરી ગયા છે. આતંકવાદી સંગઠનો તેના સભ્યોને કોરોનાથી બચવાની સલાહ આપી રહ્યા છે. તાલિબાને ઘરમાં રહીને નમાઝ પઢવાની લોકોને અપીલ કરી છે. Read More...


કોરોનાના કારણે ચીનમાં નાની-મોટી પાંચ લાખ કંપનીઓ બંધ
ચીનના અર્થતંત્રની કોરોનાએ કમર તોડી નાખી છે. ચીનમાં નાની-મોટી કંપનીઓ અને દુકાનો મળીને લગભગ પાંચ લાખ કંપનીઓ કાયમી ધોરણે બંધ થઈ હોવાનો દાવો થયો છે. 2020ના પ્રથમ ત્રિમાસિકમાં જ ચીનને મોટો ફટકો પડયો છે. Read More...


કોરોનાનો એક દર્દી મહિનામાં 409ને ચેપ ફેલાવે છે : આરોગ્ય મંત્રાલય
દેશમાં મંગળવારે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,000ને પહોંચી ગઈ હોવાથી કોવિડ-1૯નો પ્રસાર અટકાવવા માટે 14મી એપ્રિલે પૂરું થઈ રહેલું 21 દિવસનું લોકડાઉન લંબાવવા અંગે કેટલાક રાજ્યોમાં ગંભીર વિચારણા ચાલી રહી છે. Read More...


કોરોનાને કારણે વિશ્વના 1.25 અબજ લોકોની નોકરી સામે ખતરો
કોરોના મહામારીને કારણે વિશ્વના 1.25 અબજ લોકોની નોકરી સામે ખતરો ઉભો થયો છે તેમ યુનાઇટેડ નેશન્સે આજે જણાવ્યું હતું. યુએનના જણાવ્યા મુજબ બીજા વિશ્વ યુદ્ધ પછી આ સૌથી ખરાબ વૈશ્વિક કટોકટી છે.  Read More...


હાઇડ્રો કલોરોકિવન દવા કોરોના વાયરસનો ખાતમો કરશે એ વાત કેટલી સાચી ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ કોરાના વાયરસથી થતી કોવિડ-19ની બીમારીની સારવાર માટે હાઇડ્રો કલોરોકવીન દવા ભારત પાસેથી માંગી છે. આ દવાનું ભારતમાં પુષ્કળ ઉત્પાદન થાય છે પરંતુ ઘર આંગણે તેની જરુરીયાત પણ ખૂબ રહે છે. Read More...


કોરોના કો હરાના હૈ, દેશ કો બચાના હૈ વિષય પર ઓનલાઈન પોસ્ટર મેકિંગનું આયોજન
કોરોના વાઈરસને કારણે લોકડાઉન થયું છે તેથી બાળકોને ફરજિયાતપણે ઘરમાં પૂરાય રહેવાનો વારો આવ્યો છે. બહાર પોતાના મિત્ર સાથે પણ રમવા જઈ શક્તા નથી. બધી એક્ટિવિટી કરીને તેઓ કંટાળી ગયા છે ત્યારે ઈલેક્ટ્રિકલ એન્જિ. અને ચિત્રકાર સંજય મશીહીએ બાળકો માટે 'કોરોના કો હરાના હૈ, દેશ કો બચાના હૈ' વિષય પર ઓનલાઈન પોસ્ટર મેકિંગનું આયોજન કર્યું છે. Read More...


તબલિગીઓને હવે જ્ઞાન લાદ્યું, પોલીસને સામે ચાલીને ફોન કર્યાં
દિલ્હી મરકઝથી પર આવેલાં તબલીગીઓની પોલીસે શોધખોળ આદરી છે તેમાંય અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના પોઝિટીવના કેસો વધ્યાં છે ત્યારે હવે તબલીગીઓને ય કોરોનાની ગંભીરતા સમજાઇ છે. ખુદ તબલીગી જમાતના વડાઓ અને આગેવાનોએ મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે.ખુદ તબલીગીઓએ જ પોલીસને સામે ચાલીને ફોન કરીને કવોરન્ટાઇન કરવા જણાવ્યુ છે. Read More...

Gujarat