વોશિંગ્ટન, તા.8 એપ્રિલ 2020, બુધવાર
ઘરઆંગણે કોરોનાના કારણે અમેરિકા બેહાલ છે. તેવામાં પ્રમુખ ટ્રમ્પ હવે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) પર ભડકયા છે.
ટ્રમ્પે તો WHOનુ ફંડિંગ રોકી દેવાની પણ ધમકી આપી છે અને આરોપ લગાવ્યો છે કે, WHO દ્વારા ચીન પર વધારે ધ્યાન આપવામાં આવ્યુ છે. અમેરિકાના લોકોનુ ધ્યાન રાખવામાં WHO નિષ્ફળ ગયુ છે. એટલુ જ નહી વૈશ્વિક સ્તરે પણ તેને સફળતા મળી નથી.
વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યની સ્થિતિ સુધારવા માટે કામ કરતી યુનાઈટેડ નેશસન્સની સંસ્થાને સૌથી મોટુ ફંડિંગ અમેરિકા તરફથી મળે છે. WHOએ આગામી ચાર વર્ષમાં 14 બિલિયન ડોલરના રોકાણની અપેક્ષા રાખી છે. WHOનો દાવો છે કે, સંસ્થાની પહોંચ દુનિયાના એક અબજ કરતા વધારે લોકો સુધી છે. એટલે મોટા રોકાણની જરુર છે.


