મોદી મહાન નેતા, ભારતે અમેરિકા સાથે બહુ સારો વ્યવહાર કર્યોઃ ટ્રમ્પના બદલાયા સૂર
વોશિંગ્ટન, તા.8 એપ્રિલ 2020, બુધવાર
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર હવે પાછા બદલાઈ ગયા છે.
અમેરિકાને હાઈડ્રોક્સીકલોરોક્વીન દવાની નિકાસ કરવાની મંજૂરી આપ્યા બાદ ટ્રમ્પે હવે પીએમ મોદીને બહુ સારા અને મહાન નેતા ગણાવ્યા છે. ટ્રમ્પે કહ્યુ છે કે, કોરોના વાયરસથી બેહાલ અમેરિકા માટે 29 મિલિયન ડોઝ ખરીદવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગની દવા ભારતથી વશે.
ટ્રમ્પે કહ્યુ હતુ કે, ભારતે પોતાના નાગરિકોને બચાવવા માટે દવાનો સ્ટોક કરવા તેની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. પીએમ મોદી મહાન છે. ભારતથી હજી ઘણી સારી વસ્તુઓ આવવાની બાકી છે.
આ પહેલા ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે, જો ભારત નિકાસ પર પ્રતિબંધ નહી હટાવે તો અમેરિકા પણ વળતી કાર્યવાહી કરી શકે છે. જોકે હવે ટ્રમ્પે કહ્યુ છે કે, ભારતે અમેરિકા સાથે બહુ સારો વ્યવહાર કર્યો છે.લમેં પીએમ મોદીની સાથે વાત કરી છે.ભારતે અમેરિકા સાથે બહુ સારો વ્યવહાર કર્યો છે.