એન્ટાર્કટિકા જઈ રહેલા જહાજમાં 60 ટકા લોકો કોરોના પોઝીટીવ, ઓસ્ટ્રેલિયાનાં સૌથી વધું નાગરિકો
નવી દિલ્હી, 8 એપ્રિલ 2020 બુધવારે
એન્ટાર્કટિકાની યાત્રા પર નિકળેલા એક પેસેન્જર (CORONA) વહાણમાં કોરોના પોઝીટીવ પેસેન્જર મળ્યા છે. આ શિપમાં 200થી વધારે લોકોને લઈને એન્ટાર્કટિકા જઈ રહ્યું હતું. પરંતુ તેને હવે ઉરુગ્વે પાસે દરિયામાં રોકાઈ ગયું છે.
કારણ કે (CORONA)આ શીપમાં હાજર યાત્રીઓમાંથી 60 ટકા લોકોને કોરોના પોઝીટીવ જાણવા મળ્યો છે. આ જહાજનું નામ છે ધ ગ્રેગ મોરટાઈમર . જે એક ઓસ્ટ્રેલિયન કંપની અરોરા એક્સ્પેન્ડિશનનું જહાજ છે. આ જહાજ મારફતે લોકો એન્ટાર્કટિકા ફરવા જાય છે.
આ જહાજના યાત્રીઓને ઉરુગ્વેના તટિય શહેર મોંટેવીડિયોમાં ઉતારવામાં આવ્યા છે. ધ ગ્રેટ મોરટાઈમર 15 માર્ચે એન્ટાર્કટિકા અને સાઉથ જ્યોર્જિયા માટે નિકળ્યું હતું.
આ ટ્રિપનું નામ શૈક્લેટોન્સ ફુટસ્ટેપ્સ, નામ રખાયું હતું.શૈક્લેટોન્સ એક ધ્રુવિય સંશોધન કર્તા હતા. જેઓએ બ્રિટિશ લોકોને પહેલી વખત 1922માં એન્ટાર્કટિકાની યાત્રા કરાવી હતી.
આ ક્રૂઝ શીપમાં 217 લોકો હતા. જેમાં 128 લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છએ. જ્યારે 89 લોકોને કોરોના નેગેટીવ છે. જેમાં 6 લોકોને ગંભીર હાલમાં ક્રૂઝમાંથી લાવ્યા હતા. જેમનો ઉપચાર મોંટેવિડિયોમાં થઈ રહ્યો છે. આ લોકોની હાલત હાલમાં સ્થિર છે.
શિપ ચલાવનાર કંપનીએ ઓસ્ટ્રેલિયન સરકારની મદદ માગી છે. ઓસ્ટ્રેલિયન સરકાર 9 એપ્રિલે પ્લેન મોકલીને ઓસ્ટ્રેલિયન અને ન્યૂઝીલેન્ડના લોકોને એર લિફ્ટ કરશે. દરેક પેસેન્જરે 9300 ડોલર ચૂકવવા પડશે. તમામ યાત્રિકોએ 14 દિવસ સુધી મેલબોર્નમાં કોરન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે.
તે પછીથી જ આ લોકો પોતાના ઘરે જઈ શકશે. અમેરિકા અને યુરોપના લોકોના નેગેટિવ નિકળ્યા છે. એટલા માટે ચિંતાની કોઈ વાત નથી.
અમેરિકા અને યુરોપના લોકોએ ઉરુગ્વે સરકારને વિનંતી કરી છે કે તે તમામ લોકોની ફરીથી એક વખત તપાસ કરવામાં આવે. જેથી સ્પષ્ટ થઈ જાય કે એ લોકો તંદુરસ્ત છે.
🔴AHORA: Tercer pasajera británica con síntomas de COVID-19 es embarcada en Lancha “Isla de Flores” ⚓️🇺🇾 pic.twitter.com/Rzgl5Q3Xbo
— Armada Uruguay (@Armada_Uruguay) April 4, 2020