અમદાવાદમાં 72% કેસ એપ્રિલના પ્રથમ 7 દિવસમાં જ નોંધાયા
- અમદાવાદમાં માર્ચમાં કુલ 23 કેસ હતા
- 'હોટ સ્પોટ' અમદાવાદમાં એપ્રિલ માસમાં દરરોજના સરેરાશ 8થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે
અમદાવાદ,મંગળવાર
કોરોનાના સૌથી
વધુ કેસ મામલે અમદાવાદ હવે 'એપિસેન્ટર' બની ગયું છે. અત્યારસુધી નોધાયેલા ૮૩ કેસમાંથી
૬૦ પોઝિટિવ કેસ માત્ર એપ્રિલમાં જ નોંધાયા છે. આમ, અમદાવાદમાં કોરોનાના અંદાજે ૭૨%
કેસ એપ્રિલના ૭ દિવસમાં જ નોંધાઇ ચૂક્યા છે અને તેના પરથી સ્થિતિ કેટલી ગંભીર થઇ ગઇ
છે તેનો તાગ મેળવી શકાય છે.
અમદાવાદમાં આજે
કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસ
છે. અમદાવાદમાં જે ૮૩ કેસ નોંધાયા છે તેમાંથી ૪૧ સ્થાનિક સંક્રમણના છે જ્યારે ૧૫ વિદેશ
પ્રવાસથી આવેલા છે અને ૨૭ આંતરરાજ્ય છે. અમદાવાદમાં કોરોનાથી કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ
થયા છે અને તેમાંથી ચાર સ્થાનિક સંક્રમણનો શિકાર હતા. અમદાવાદમાં નોંધાયેલા કુલ ૮૩
કેસમાંથી હજુ સુધીને ૭ વ્યક્તિઓ કોરોનાને મા'ત આપવામાં સફળ રહી છે.
અમદાવાદમાં ૨૦
માર્ચે કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી ૩૧ માર્ચ સુધી અમદાવાદમાં કોરોનાના
કુલ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આમ, માર્ચ -એપ્રિલને સાથે સાંકળવામાં આવે તો અમદાવાદમાં
દરરોજના સરેરાશ ૪.૩૬ કેસ નોંધાતા હતા. પરંતુ માત્ર એપ્રિલ માસને જોવામાં આવે તો કહી
શકાય કે હાલ રોજના ૮થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
અમદાવાદમાં એપ્રિલ
માસમાં કોરોનાના કેસ
તારીખ કેસ
૧ ૦૮
૨ ૦૦
૩ ૦૭
૪ ૦૭
૫ ૦૮
૬ ૧૧
૭ ૧૯
કુલ ૬૦