બ્રાઝિલના રાષ્ટ્રપતિએ હનુમાનજીને યાદ કર્યા, મોદીનો આ રીતે માન્યો આભાર
બ્રાઝિલિયા, તા.8 એપ્રિલ 2020, બુધવાર
કોરોના સંકટમાં મદ કરવા બદલ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આજે હનુમાન જયંતિએ હનુમાનજીને યાદ કરીને ભારતનો આભાર માન્યો છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ ભારત દ્વારા હાઈડ્રોકસીક્લોરોક્વીન દવાની મદદ બદલ પીએમ મોદીને એક પત્ર લખીને કહ્યુ છે કે, સંકટની ઘડીમાં ભારતે કરેલી મદદ એ જ પ્રકારની છે જે રીતે હનુમાનજીએ ભગવાન રામના ભાઈ લક્ષ્મણનો સંજીવની લાવીને જીવ બચાવ્યો હતો.
બોલસોનારોએ મોદીને લખેલા પત્રમાં આ જ પ્રકારનો જીસસ ક્રાઈસ્ટનો પણ એક પ્રસંગ ટાંક્યો છે. જેમાં જીસસ ક્રાઈસ્ટે એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. તેમણે પીએમ મોદીને લખ્યુ છે કે, ભારત અને બ્રાઝિલ સંકટની આ ઘડીમાં એક સાથે રહીને તેનો સામનો કરી રહ્યા છે અને તેમાંથી સફળતાપૂર્વક બહાર આવશે.