કોરોનાનો વધતો વ્યાપ, દેશના 50 ટકા જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ
નવી દિલ્હી, તા.8 એપ્રિલ 2020, બુધવાર
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 5000 ને પાર થઈ ગઈ છે. દેશના 50 ટકા જિલ્લાઓમાં કોરોના પ્રસરી ચુક્યો છે.
મોટાભાગના કેસ જોકે મુંબઈ અને નવી દિલ્હીમાં છે. જોકે દેશમાં કુલ 10 હોટ સ્પોટ સામે આવ્યા છે. 727 જિલ્લાઓમાંથી 330 જિલ્લાઓમાં કોરોના વાયરસનો ફેલાવો થયો છે.
આ પૈકી મુંબઈમાં 426 કેસ નોંધાયા છે. દેશના 238 જિલ્લાઓ એવા છે જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10 કરતા ઓછી છે. 57 જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યા 10 થી 50ની વચ્ચે છે.
જોકે કોરોનાના 40 ટકાથી વધારે દર્દીઓ જે જિલ્લામાં છે તેમાં મુંબઈ, હૈદ્રાબાદ, કાસરગોડ, ઈન્દોર, પૂણે , ચેન્નાઈ, દિલ્હી સામેલ છે.