Get The App

કોરોના જ્યાંથી ફેલાયો તે વુહાનમાં 77 દિવસનુ લોકડાઉન ખતમ, જશ્નનો માહોલ

Updated: Apr 8th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના જ્યાંથી ફેલાયો તે વુહાનમાં 77 દિવસનુ લોકડાઉન ખતમ, જશ્નનો માહોલ 1 - image

બેઇજિંગ, તા.8 એપ્રિલ 2020, બુધવાર

દુનિયાભરમાં કોરોના વાયરસ જ્યાંથી ફેલાયો છે તે ચીનના વહુલાન શહેરમાં 11 સપ્તાહનો એટલે કે 77 દિવસનુ લોકડાઉન ખતમ થયુ છે.

કોરોના જ્યાંથી ફેલાયો તે વુહાનમાં 77 દિવસનુ લોકડાઉન ખતમ, જશ્નનો માહોલ 2 - imageવુહાનના લોકડાઉનનુ જ મોડેલ દુનિયાના ઘણા દેશોએ અપનાવ્યુ છે.જોકે હવે વુહાનમાં સરકારે લોકોને બહાર નિકળવાની મંજુરી આપી છે. આ શહેરમાં બુધવારે મધરાતથી 1.1 કરોડ લોકોને ક્યાંય જવાવ આવવા માટે વિશેષ પરવાનગીની જરુર નહી હોય.હા તેઓ સ્વસ્થ હોવા જરુરી છે.

લોકડાઉન પુરુ થવા નિમિત્તે વુહાનમાં ભવ્ય રોશની કરવામાં આવી હતી.એક લાઈટ શોનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. લોકો આ જાહેરાતને વધાવવા માટે મોટી સંખ્યામાં ઘરોની બહાર નીકળી પડ્યા હતા.

કોરોના જ્યાંથી ફેલાયો તે વુહાનમાં 77 દિવસનુ લોકડાઉન ખતમ, જશ્નનો માહોલ 3 - imageસેંકડો લોકો શહેરની બહાર જવા માટે આતુર દેખાયા હતા તો કેટલાક લોકો નોકરી પર જવા માટે તૈયાર જોવા ણળ્યા હતા.

વુહાનમાં 50000 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા. 2500 જેટલા લોકોના એકલા વુહાન શહેરમાં જ મોત થયા હતા. ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો દર્દી વુહાન શહેરમાંથી મળી આવ્યો હતો.



Tags :