Get The App

હાઇડ્રો કલોરોકિવન દવા કોરોના વાયરસનો ખાતમો કરશે એ વાત કેટલી સાચી ?

હાઇડ્રો કલોરોકિવન કોરાના વાયરસ નહી પરંતુ ફેફસાની કોશિકાઓ પર કામ કરે છે

આ દવા વેરીફાઇડ ન હોવાથી ડૉકટસર્ની સલાહ વિના લેવી જોખમી

Updated: Apr 8th, 2020

GS TEAM

Google News
Google News
હાઇડ્રો કલોરોકિવન દવા કોરોના વાયરસનો ખાતમો કરશે એ વાત કેટલી સાચી ? 1 - image


ન્યૂયોર્ક, 8 એપ્રિલ, 2020 ,બુધવાર 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ કોરાના વાયરસથી થતી કોવિડ-19ની બીમારીની સારવાર માટે હાઇડ્રો કલોરોકવીન દવા ભારત પાસેથી માંગી છે. આ દવાનું ભારતમાં પુષ્કળ ઉત્પાદન થાય છે પરંતુ ઘર આંગણે તેની જરુરીયાત પણ ખૂબ રહે છે. ટ્રમ્પે ભારત આ દવા ના આપે તો કાર્યવાહી કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી. ટ્ર્મ્પે અગાઉ પણ થોડાક સમય પહેલા ઉલ્લેખ કરતા કહયું હતું કે  કલોરોકિવન નામની દવાથી કોરોના વાયરસનો ઇલાજ થઇ શકે છે.

આ ઉપરાંત દુનિયાના મોટા ઉધોગકાર એલન મસ્કે પણ કલોરોકિવન અને હાઇડ્રૉકસી કલોરોકિવન જેવી દવા બાબતે પણ દાવો કરતા જણાયા હતા અમેરિકાના સ્વાસ્થ્ય નિયામક એફડીએને હાઇડ્રોકસી કલોરોકિવનને કોરોના વાયરસથી થતા કોવિડ-૧૯ની સારવાર માટે પણ મંજુરી આપી દીધી છે. 

જો કે કોવિડ-19ની સારવાર માટે આ દવાનો ઉલ્લેખ દુનિયાના મેડિકલ બજારોમાં કલોરોકિવન ચપોચપ વેચાવા લાગી હતી એટલું જ નહી દુનિયાની અનેક ખાનગી હોસ્પિટલોએ તેને થોકબંધ ખરીદી હતી. જો કે ભારતમાં આના કરતા ઉલટી સ્થિતિ જોવા મળી હતી. ભારતમાં  આ દવાને પ્રોફાઇલેકિટક ડ્રગ એટલે કે રોગથી બચવાની દવા તરીકે ડૉકટસર્ની સલાહ વિના ઉપયોગ થવા લાગ્યો. સામાન્ય લોકોમાં એવી ચર્ચા પણ ચાલી કે જો સાત દિવસ એક વાર સેવન કરવામાં આવેતો કોરોના વાયરસથી બચી શકાય છે. વોટસએપ સહિતના સોશિયલ મીડિયામાં તેના મેસેજ ફરતા થયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે કલોરોકિવન કોરાના વાયરસ નહી પરંતુ ફેફસાની કોશિકાઓ પર કામ કરે છે આથી સંક્રમણ વધતું નથી પરંતુ તે આ દવા વેરીફાઇડ નથી તેમજ તે લેવી સલાહભરી નથી. 

Tags :