Get The App

ઈન્દોરમાં પહેલા ડોક્ટરો પર હુમલો અને હવે પોલીસ પર પથ્થમારો

Updated: Apr 8th, 2020

GS TEAM

Google News
Google News
ઈન્દોરમાં પહેલા ડોક્ટરો પર હુમલો અને હવે પોલીસ પર પથ્થમારો 1 - image

ઈન્દોર, તા.8 એપ્રિલ 2020, બુધવાર

મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં એક સપ્તાહ અગાઉ કોરોનાના દર્દીની તપાસ માટે ગયેલા સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો થયો હતો. હવે ઈન્દરોમાં પોલીસ કર્મીઓ પર પણ પથ્થરમારો થયો છે.

ઈન્દોરમાં પહેલા ડોક્ટરો પર હુમલો અને હવે પોલીસ પર પથ્થમારો 2 - imageમળતી વિગતો પ્રમાણે મંગળવારે સાંજે કરફ્યુનુ ઉલ્લંઘન કરી રહેલા લોકોને ચંદન નગર વિસ્તારમાં પોલીસે પોતાના ઘરમાં જતા રહેવા કહ્યુ હતુ .લોકોએ પોલીસની વાત માનવાની જગ્યાએ તેમના પર પથ્થમારો શરુ કરી દીધો હતો.

ઈન્દોરમાં પહેલા ડોક્ટરો પર હુમલો અને હવે પોલીસ પર પથ્થમારો 3 - imageએ પછી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો હતો. પથ્થરમારો કરનારા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીજા ફરાર લોકોની તપાસ ચાલી રહી છે.

Tags :