કોરોનાની કામગીરીમાં સરકારી કર્મચારીનું ચેપથી મોત થાય તો 25 લાખની સહાય
કરાર આધારિત અને ફિક્સ પગારદારોનો પણ સમાવેશ
કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે ફરજ બજાવતા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને નિર્ણય લાગુ પડશે
અમદાવાદ,
મંગળવાર
કોરોનાની મહામારીમાં ફરજ બજાવી રહેલા રાજ્ય સરકારના
કર્મચારીનું કોરોનાનો ચેપ લાગવાથી મોત થાય તો તેમના પરિવારને રૃપિયા પચીસ લાખનું
વળતર આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ આ નિર્ણય રાજ્ય
સરકારના અમુક વિભાગના જ કર્મચારીઓ માટે કરવામાં આવ્યો હતો, હવે રાજ્ય
સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ માટે આ નિયમ લાગુ પડશે.
રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કાવિડ-૧૯ ની
કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કાવિડ-૧૯ ના કારણે તેનું
અવસાન થાય તો સરકાર તેમના પરિવારને રૃપિયા પચીસ લાખ રૃપિયાનું વળતર ચૂકવવામાં
આવશે. આ કર્મચારીઓમાં રાજ્ય સરકારના તમામ વિભાગોના કામયી, ફિક્સ પગારદાર
તેમજ કરાર આધારિત કર્મચારીઓનો સામાવેશ થાય છે.
સરકારે અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓ માટે અને ત્યાર બાદ નગરપાલિકા
મહાનગરપાલિકાનાસફાઈ અને આરોગ્ય કર્મીઓ,
રેવન્યુ મહેસૂલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા
અનાજના દુકાનધારકો કોરોના વાઇરસ અંગે ફરજ બજાવતા હોય અને કોરોનાના ચેપથી મૃત્યુ થાય
તો રૃપિયા વચીસ લાખના વળતરની જાહેરાત કરી હતી. હવે સરકારે વિવિધ વિભાગો અને સેવાના
કરાર આધારિત, ફિકસ પગારના
કર્મીઓ સહિત કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની ફરજ કામગીરી દરમ્યાન કોરોનાની
અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ ૨૫ લાખ રૃપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.