For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 25 of lockdown: દુનિયાભરમાં 22.7 લાખ પોઝિટિવ, 1.50 લાખથી વધુનાં મોત, 4.5 અબજ લોકો ઘરોમાં કેદ

Updated: Apr 18th, 2020

Day 25 of lockdown: દુનિયાભરમાં 22.7 લાખ પોઝિટિવ, 1.50 લાખથી વધુનાં મોત, 4.5 અબજ લોકો ઘરોમાં કેદઅમદાવાદ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર

દુનિયાભરમાં 22.7 લાખથી વધું લોકો કોરોના વાયરસથી અત્યાર સુંધી સંક્રમિત થયા છે. જ્યારે 1,56,076 લોકોનાં મોત થઇ ચુક્યા છે, શનિવારે (18 એપ્રિલ) આવેલા સત્તાવાર આંકડાનાં આધારે સમાચાર એજન્સી એએફપી દ્વારા સંકલિત કરવામાં આવેલી માહિતી બહાર આવી છે. Read more...


સુરત: વરાછા-રાંદેરના 3735 ઘરમાં રહેતાં 17281 લોકો ફરજ્યાત કોરેન્ટાઈન

સુરત મ્યુનિ.એ કોરોના અટકાવવા માટે દર્દી મળે તે વિસ્તારને ફરજ્યાત કોરોન્ટાઈન જાહેર કરવાનું શરૂ કર્યું છે. ગઈકાલે સુરતના વરાછા અને રાંદેર ઝોનમાં બે જગ્યાએ દર્દી મળી આવતાં વધુ 3735 ઘરોમાં રહેતાં 17281 લોકોને ફરજ્યાત કોરન્ટાઈન કરવાનો હુકમ કર્યો છે. મ્યુનિ.ની વસાહતમાં કોરોનાએ પગ પેસારો કરતાં મ્યુનિ.ના ટેન્શનમાં વધારો થયો છે.  Read more...


પોલીસ કર્મીઓની સુરક્ષા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેનિટાઈઝર વિહિકલ બનાવ્યું

છેલ્લા થોડા દિવસથી લોકડાઉનમાં અમુક વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં એક મહિલા પીએસઆઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. Read more...


Covid-19: મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 184 નવા કેસ, ધારાવીમાં 16 કેસ સાથે કુલ પોઝિટિવ 117
મહારાષ્ટ્રમાં દેશનાં અન્ય રાજ્યોની તુલનામાં કોરોના વાયરસનાં સૌથી વધું કેસ નોંધાયા છે, જ્યારે અહીંનાં સૌથી મોટા શહેર અને દેશની આર્થિક રાજધાની મુંબઇમાં સૌથી વધુ કેસ બહાર આવ્યા છે. Read more...


કોરોનાઃ આંખોમાં દેખાય જો આ લક્ષણ તો તરત જ થઈ જાઓ સાવધાન
સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો હાલ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને દરરોજ આ વાયરસને લઈ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. કોરોના વાયરસની સારવાર કરી રહેલા કેટલાક ડોક્ટર્સના કહેવા પ્રમાણે આંખો લાલ થઈ જવી અને તેમાંથી આંસુ ટપકવા પણ આ વાયરસના સંક્રમણનું લક્ષણ હોઈ શકે છે. Read more...


મૌલાનાઓની જિદ સામે ઝુકી પાક. સરકાર, રમઝાનમાં સામૂહિક નમાજની મંજૂરી
પાકિસ્તાન સરકારે દેશભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મૌલાનાઓના દબાણ સામે ઝુકી જવું પડ્યું છે અને રમઝાનના પવિત્ર મહીના દરમિયાન મસ્જિદોમાં સામૂહિક નમાજ પઢવા માટે મંજૂરી આપવી પડી છે. Read more...


ગુજરાતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1272, નવા 176 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાનો કાળો કહેર અટકી રહ્યો નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાના કુલ 176 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1272 પર પહોંચી છે. Read more...


રાજ્યમાં કોરોનાના વધુ 104 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
આજે સવારની પ્રેસ બાદ કોરોનાના કુલ કેસ 104 આવ્યા છે. જેમાંથી 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના સૌથી વધુ 96 કેસ સામે આવ્યા છે.અમદાવાદમાં 96, સુરતમાં 45, વડોદરામાં 3, ભાવનગર 2, મહીસાગર 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1 કેસનો સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિ દર્દી 1,376 નોંધાયા છે. જેમાંથી 10 લોકો વેન્ટિલેટર પર છે. 1220 લોકો સ્ટેબલ છે અને 53 લોકોના મૃત્યુ થયા છે. કુલ 1376 લોકો પોઝિટિવ કેસ નોંધાયા છે. Read more...


મનોવૈજ્ઞાનિકોની ચેતવણીઃ કોરોના માનસિક રીતે ભાંગી નાખશે તો નવી મુશ્કેલીઓ સર્જાશે
નિષ્ણાંતોએ કોરોના વાયરસ સાથે સંકળાયેલી અન્ય એક મુશ્કેલીને લઈ ચેતવણી આપી છે. તેમના મતે આ મહામારીના કારણે વિશ્વભરના લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળી શકે છે અને તેનો પ્રભાવ ઘણા લાંબા સમય સુધી જોવા મળશે. Read more...


Coronavirus: છેલ્લા 24 કલાકમાં 991 નવા કેસ, કુલ 14,378 પોઝિટિવ, 4,291 કેસ તો જમાત સંબંધિત
દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના 991 નવા દર્દીઓ નોંધાયા છે, જે પછી કુલ કેસ વધીને 14,378 થયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 1992 દર્દીઓ કોરોના વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે. Read more...


કોરોનાની લડાઈમાં સહાય માટે નૌસેનાનો મરિન કમાન્ડો કરી રહ્યો છે પોતાના મેડલ્સની હરાજી
મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં  ઘાયલ થયેલા ભારતીય નૌ સેનાના મરિન કમાન્ડો કોરોના સામેની લડાઈમાં પણ કુદયા છે. Read more...


કોરોનાથી થતા મોતના આંકડા છુપાવી રહ્યુ છે પાક? કરાચીમાં 3265 લાશો દફનાવાઈ
કોરોનાના કારણે પાડોશી દેશ પાકિસ્તાન પણ પ્રભાવિત થયુ છે. પાકિસ્તાનમાં તો સ્થિતિ વધારે ખરાબ છે. કારણકે અહીંયા મેડિકલ સ્ટાફ વાસે માસ્ક, ગ્લોવ્ઝ અને પીપીઈ કિટની પણ અછત વધારે છે. આમ છતા પાકિસ્તાનમાં કોરોનાના કારણે થયેલા મોતની સખ્યા ઓછી છે. Read more...


14 દિવસ ક્વોરંટાઈનમાં રહેવા છતાં રિપોર્ટ આવ્યો પોઝિટીવ, આ ગામડાઓમાં ફફડાટ
વેડાના ફાર્માસીસ્ટ અશોકભાઇ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તેમના સંપર્કમાં આવેલાં વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરાયા હતા. જેમાં માણસા તાલુકાના બિલોદરા આરોગ્ય કેન્દ્રની મહિલા ફાર્માસીસ્ટ અને તેના પતિને પણ હોમ કવોરેન્ટાઇન કરાયા હતા. Read More...


છૂટ અપાતા જ 24 કલાકમાં કોરોનાના 627 નવા કેસ સામે આવ્યા, 23ના મોત
પાકિસ્તાન સરકારે લોકડાઉનમાં ઢીલ મુકી તેના થોડા દિવસોમાં જ કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 627 નવા કેસ સામે આવ્યા છે અને તે સમય દરમિયાન 23 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. Read More...


કોરોના જંગમાં ભારતને સન્માન, સ્વિસ પર્વતમાળાને તિરંગાથી રોશન કરાઈ
કોરોના સામેની લડાઈમાં વૈશ્વિક સ્તરે ભારતની નોંધ લેવાઈ રહી છે. પર્યટકોના ફેવરિટ એવા યુરોપિયન દેશ સ્વીટર્ઝલેન્ડે પણ કોરોના સામેની લડાઈમાં ભારતને સન્માન આપ્યુ છે. સ્વીટર્ઝલેન્ડના આલ્પ્સ પર્વતમાળામાં આવેલા 14000 કરતા વધારે ફૂટ ઉંચા મેટરહોર્ન પર્વતને લાઈટિંગની મદદથી તિરંગા અને દેશના નકશા વડે રોશન કર્યો હતો. Read More...


અનોખા લગ્ન, ના ગોર મહારાજ-ના ચોરી, મંદિર ફરતે દંપતિએ ફર્યા સાત ફેરા
લોકડાઉનમાં એક તરફ કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી છે જેમણે સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવીને પોતાના પુત્રના શાહી લગ્ન કર્યા હતા. બીજી તરફ દિલ્હીના એક યુવાનનુ લગ્ન ચર્ચાનો વિષય બન્યુ છે. જેમાં તેણે પોતાની પત્ની સાથે પંડિત અને ચોરી વગર મંદિરના સાત ફેરા ફરીને દાંપત્યજીવનની શરૂઆત કરી છે. Read More...


Video: લોકડાઉનનો ભંગ કરતા લોકોને યમરાજની ધમકી... ઘરની બહાર નીકળ્યા તો સાથે લઈ જઈશ
લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ સતત લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી રહી છે. ત્યારે ઈંદોર પોલીસે હવે સાક્ષાત યમરાજનું સ્વરૂપ ધારણ કરીને લોકોને ઘરમાં રહેવાની સમજણ આપી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં પોલીસ અધિકારી વાહનના બોનેટ પર યમરાજની વેશભૂષામાં બેઠેલા જોવા મળે છે. Read More...


કોરોનાનો મૃતકઆંક છુપાવી રહી છે પાક. સરકારઃ કરાચીમાં દોઢ મહીનામાં 3,265 શબ દફનાવાયા
મિત્ર દેશ ચીનની માફક પાકિસ્તાન સરકાર પણ કોરોનાના કારણે થયેલા મૃત્યુનો સાચો આંકડો છુપાવી રહી હોવાની શંકા છે. પાકના અગ્રણી સમાચારપત્ર 'ધ ટ્રિબ્યુનના ' અહેવાલ પ્રમાણે માત્ર કરાચી શહેરમાં જ 49 દિવસમાં 3,265 શબ દફનાવવામાં આવ્યા છે.  Read More...


ઈરાનઃ આર્મી પરેડમાં જવાનોના હાથમાં હથિયારોના બદલે માસ્ક જોવા મળ્યા, જુઓ વીડિયો
ઈરાનમાં કોરોના સંકટ તેની ચરમસીમાએ પહોંચ્યું છે અને પાંચ હજારથી પણ વધારે લોકોના મોત થયા છે. ત્યારે શુક્રવારે આર્મી ડે ની પરેડમાં મિસાઈલ અને હથિયારોના બદલે મેડિકલ ઉપકરણોનું પ્રદર્શન કરીને કોરોના સામે લડવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.  Read More...


ચીન પર નથી ભરોસો, અમેરિકા કરતા વધારે લોકો ચીનમાં મોતને ભેટયા છેઃ ટ્રમ્પ
ચીને કોરોના વાયરસથી મોતને ભેટનારા દર્દીઓની સંખ્યામાં ગઈકાલે અચાનક વધારો કર્યો હતો. ચીનની આ હરકતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીન પર વધુ એક વખત પ્રહાર કરવાની તક મળી ગઈ છે. Read More...


આ દેશમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે 18 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનનુ પાલન નહી કરનારા લોકોને આપણે ત્યાં પોલીસ અલગ-અલગ પ્રકારની સજા કરે છે.કેટલીક જગ્યાએ પોલીસે લાકડીઓ પણ મારી છે. જોકે આફ્રિકાના દેશ નાઈજીરિયામાં લોકડાઉનનુ પાલન નહી કરનારા પર પોલીસ ક્રુરતા કરી રહી છે. Read More...


ભારતમાં મે મહિનાથી જ બનવા માંડશે પ્રતિ માસ 20 લાખ ટેસ્ટિંગ કિટ
કોરોના સામે લડવા માટે લોકડાઉનનો ઘણા ખરા અંશે સફળ અમલ કરી ચુકેલુ ભારત હવે ટેસ્ટિંગ પર વધારે ફોકસ કરવા માંગે છે. આગામી મહિનાથી ભારતમાં જ દર મહિને 20 લાખ ટેસ્ટિંગ કિટ બનવા માંડશે તેવી જાણકારી આરોગ્ય મંત્રાલયે આપી છે. Read More...


કોરોનાની ગંભીર બીમારીમાંથી સાજા થયેલા દર્દીના પ્લાઝમાના ઉપયોગ માટે ગુજરાતે મંજૂરી માગી
કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલા દરદીના શરીરમાંના લોહીમાંનું પ્લાઝમાં અલગ પાડીને તે કોરોના વાઈરસના અન્ય દરદીઓને ચઢાવીને તેને સાજા કરવાની છૂટ આપવાની માગણી કરતી એક દરખાસ્ત આઈસીએમઆરન મોકલવામાં આવી છે. કોરોના વાઈરસના ચેપને કારણે ગંભીર બીમાર પડેલા દરદીને તેનાથી સાજાં કરી શકાશે. Read More...


અમદાવાદના 44% રોજમદારો પાસે એક સપ્તાહ ચાલે તેટલું જ અનાજ
છેલ્લા 25 દિવસથી ચાલી રહેલા લોક ડાઉનને લીધે રોજમદારોની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. કેમકે, બહાર નીકળે તો કોરોનાનો અને ઘરમાં જ પૂરાઇ રહે તો ભૂખ તેમને ભરખી જશે તેવો ભય કોરી ખાય છે.  Read More...


Gujarat