Get The App

Covid-19: મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 184 નવા કેસ, ધારાવીમાં 16 કેસ સાથે કુલ પોઝિટિવ 117

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
Covid-19: મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 184 નવા કેસ, ધારાવીમાં 16 કેસ સાથે કુલ પોઝિટિવ 117 1 - image

મુંબઇ, 18 એપ્રિલ 2020 શુક્રવાર

મહારાષ્ટ્રમાં દેશનાં અન્ય રાજ્યોની તુલનામાં કોરોના વાયરસનાં સૌથી વધું કેસ નોંધાયા છે, જ્યારે અહીંનાં સૌથી મોટા શહેર અને દેશની આર્થિક રાજધાની મુંબઇમાં સૌથી વધુ કેસ બહાર આવ્યા છે.

મુંબઇમાં શુક્રવારથી શનિવાર સાંજ સુંધીમાં કોરોનાના 184 કેસ નોંધાયા, તે સાથે જ મુંબઇમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2 હજારને પાર થઇ ગઇ છે.

જ્યાં મુંબઇની ગીચ ધારાવી ઝુપડપટ્ટીમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે, અહીં છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ બહાર આવ્યા છે, તે સાથે જ ધારાવીમાં કુલ કેસની સંખ્યા 117 થઇ ગઇ છે, જ્યારે 10 લોકોનું મોત પણ થયું છે,

મહારાષ્ટ્રમાં 328 નવા કેસ, સંક્રમિત લોકોની કુલ સંખ્યા 3,648 થઇ છે, આરોગ્ય મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું  કે 328માંથી 184 દર્દીઓ મુંબઇમાં અને 78 કેસ પુનાનાં છે.

જ્યારે થાણે શહેરમાં 6, ભિવંડીમાં 3, થાણે જિલ્લામાં 3, રાયગઢમાં 5, મીરા ભાયંદરમાં 11, કલ્યાણ ડોબિંવલીમાં 5, પાલઘરમાં 7, પિંપરી ચિંચવડમાં 8, નાગપુરમાં 3, નવી મુંબઇમાં 2, સતારમાં 4, અકોલા, અમરાવતી, નંદુરબાર,પનવેલ, ઓરંગાબાદ, વસઇ, વિરારમાં 1-1 કેસ નોંધાયો છે.

Tags :