Get The App

કોરોનાની લડાઈમાં સહાય માટે નૌસેનાનો મરિન કમાન્ડો કરી રહ્યો છે પોતાના મેડલ્સની હરાજી

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાની લડાઈમાં સહાય માટે નૌસેનાનો મરિન કમાન્ડો કરી રહ્યો છે પોતાના મેડલ્સની હરાજી 1 - image

નવી દિલ્હી, તા.18 એપ્રિલ 2020, શનિવાર

મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં  ઘાયલ થયેલા ભારતીય નૌ સેનાના મરિન કમાન્ડો કોરોના સામેની લડાઈમાં પણ કુદયા છે.

કોરોનાની લડાઈમાં સહાય માટે નૌસેનાનો મરિન કમાન્ડો કરી રહ્યો છે પોતાના મેડલ્સની હરાજી 2 - imageમરિન કમાન્ડો પ્રવીણ તેવતિયા યુપીના રહેવાસી છે. મુંબઈ હુમલા દરમિયાન તેઓ આતંકીઓ સાથેની લડાઈમાં ગાયલ થયા હતા. તેમને ચાર ગોળીઓ વાગી હતી. ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ તેઓ બહાદુરી પૂર્વક બેઠા થયા હતા.

એ પછી તેમણે દોડવાનુ અને દુનિયાભરની મેરેથોન સ્પર્ધાઓમાં ભાગ લેવાનુ શરુ કર્યુ હતુ. પ્રવીણ તેવતિયા અલગ અલગ સ્પર્ધાઓમાં સંખ્યાબંધ મેડલ પણ જિત્યા છે. કોરોના માટે પીએમ કેર રિલિફ ફંડમાં દાન આપવા માટે તેમણે પોતાના આ મેડલની હરાજી શરુ કરી છે.

કોરોનાની લડાઈમાં સહાય માટે નૌસેનાનો મરિન કમાન્ડો કરી રહ્યો છે પોતાના મેડલ્સની હરાજી 3 - imageપ્રવીણે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, મેં મારા 40 મેડલની હરાજી કરવાનુ નક્કી કર્યુ છે. આ પૈકીના બે મેડલ વેચીને મળેલા બે લાખ રુપિયા મેં પીએમ કેર ફંડમાં મોકલી પણ આપ્યા છે.આ એ મેડલ છે જે મેં લોહી અને પરસેવાની મહેનતથી મેળવ્યા છે. હું જ્યારે ઈજામાંથી બેઠો થયો ત્યારે મેં દોડવાનુ શરુ કર્યુ હતુ. જેમાં મને મેડલ્સ મળ્યા હતા. મને લાગે છે કે, મારા કામથી બીજા લોકો પણ પ્રેરિત થશે. એક બીજાની ટીકા કરવાની જગ્યાએ એક બીજાની સાથે રહીને કોરોનાની લડાઈ લડવાની જરુર છે.


Tags :