Get The App

Coronavirus: છેલ્લા 24 કલાકમાં 991 નવા કેસ, કુલ 14,378 પોઝિટિવ, 4,291 કેસ તો જમાત સંબંધિત

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
Coronavirus: છેલ્લા 24 કલાકમાં 991 નવા કેસ, કુલ 14,378 પોઝિટિવ, 4,291 કેસ તો જમાત સંબંધિત 1 - image

નવી દિલ્હી, 18 એપ્રિલ 2020 શનિવાર

દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના 991 નવા દર્દીઓ નોંધાયા છે, જે પછી કુલ કેસ વધીને 14,378 થયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 1992 દર્દીઓ કોરોના વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 43 નવા મોત પણ થયાં છે, કુલ મૃત્યુની સંખ્યા 480 પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, દેશના 22 જિલ્લાના 14 જિલ્લાઓમાં કોવિડ -19 નો કોઈ નવો કેસ નોંધાયો નથી.

તેમણે કહ્યું કે આપણા દેશમાં મૃત્યુ દર લગભગ 3.3% છે. 14.4% મૃત્યુ 0-45 વર્ષની વય જૂથમાં થયા છે. 45-60 વર્ષ વચ્ચે 10.3% છે, 60-75 વચ્ચેની વયવર્ગમાં 33.1% અને 75થી ઉપરની વયમાં સૌથી વધુ મૃત્યુઆંક 42.2% છે.

આ સિવાય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તમિળનાડુમાં 84 ટકા, તેલંગાણામાં 79, દિલ્હીમાં 63, આંધ્રપ્રદેશમાં 61 અને ઉત્તર પ્રદેશમાં 59 ટકા તબલિગી જમાત કાર્યક્રમ સાથે જોડાયેલા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશભરમાં 14378 કેસોમાં 4291 દર્દીઓ તબલીગી જમાત સાથે સંકળાયેલા છે.

Tags :