અમદાવાદ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
આજે સવારની પ્રેસ બાદ કોરોનાના કુલ કેસ 104 આવ્યા છે. જેમાંથી 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના સૌથી વધુ 96 કેસ સામે આવ્યા છે.અમદાવાદમાં 96, સુરતમાં 45, વડોદરામાં 3, ભાવનગર 2, મહીસાગર 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1 કેસનો સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિ દર્દી 1,376 નોંધાયા છે. જેમાંથી 10 લોકો વેન્ટિલેટર પર છે. 1220 લોકો સ્ટેબલ છે અને 53 લોકોના મૃત્યુ થયા છે. કુલ 1376 લોકો પોઝિટિવ કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિ દર્દી 1,376 નોંધાયા છે. જેમાંથી 10 લોકો વેન્ટિલેટર પર છે. 1220 લોકો સ્ટેબલ છે અને 53 લોકોના મૃત્યુ થયા છે. ગત 24 કલાક દરમિયાન કોરોનાના કરેલા ટેસ્ટ 2,664 છે. જેમાંથી 277 પોઝિટિવ આવ્યા છે અને 2387 નેગેટિવ આવ્યા છે. સાથે જ અત્યાર સુધીમાં 26,102 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 1376 પોઝિટિવ અને 24726 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 14,471 લોકોને હોમ ક્વોરન્ટાઈ કરવામાં આવ્યા છે. જેમાં સરકારી ક્વોરન્ટાઈનમાં 2266 લોકો અને પ્રાઈવેટ ક્વોરન્ટાઈનમાં 188 લોકોને રાખવામાં આવ્યા છે. જે મળી કુલ ક્વોરન્ટાઈ વ્યક્તિ 16925 છે.
ગુજરાતમાં કોરોનાનો સ્ફોટક રીતે વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ જાણે કોરોનાના જ્વાળામુખીના મુખ પર આવી ગયું હોય તેવી સ્થિતી છે. કેમકે, છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 277 કેસ નોંધાયા છે. તેમાંથી એકલા અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 239 જેટલા કેસ નોંધાય ચૂક્યા છે. અમદાવાદમાં સવાર સુધીમાં કોરનાના 143 કેસ જ્યારે બપોર બાદ 96 કેસ નોંધાયા આમ કુલ કેસની સંખ્યા 239 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે સાજા થયેલા 5 લોકોને સાજા થતા રજા અપાય છે. તો આજના દિવસે કુલ 5 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. અમદાવાદમાં મોટાભાગના તમામ કેસ હોટ સ્પોટ વિસ્તારમાં જ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2664 ટેસ્ટ કરાયા છે.
ભારતભરમાં લાગુ કરાયેલા લોકડાઉનનો 25મો દિવસ છે, પરંતુ ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1300 ને પાર થઈ ગઈ છે. આજે ડાયંમડ સીટી સુરતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 200ને પાર પહોંચી ગઈ છે. અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 765ને પાર થઈ ગયા છે. રાજ્યભરમાં અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 1300ને પાર થઈ છે.
જીલ્લાવાર કેસો
| શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 862 | 25 | 24 |
| વડોદરા | 158 | 07 | 07 |
| સુરત | 153 | 06 | 10 |
| રાજકોટ | 30 | 00 | 09 |
| ભાવનગર | 30 | 03 | 10 |
| આણંદ | 27 | 00 | 03 |
| ભરૂચ | 22 | 00 | 00 |
| ગાંધીનગર | 17 | 01 | 10 |
| પાટણ | 15 | 01 | 11 |
| નર્મદા | 11 | 00 | 00 |
| પંચમહાલ | 08 | 01 | 00 |
| બનાસકાંઠા | 08 | 00 | 00 |
| છોટાઉદેપુર | 06 | 00 | 00 |
| કચ્છ | 04 | 01 | 00 |
| મહેસાણા | 04 | 00 | 00 |
| બોટાદ | 04 | 01 | 00 |
| પોરબંદર | 03 | 00 | 03 |
| દાહોદ | 02 | 00 | 00 |
| ખેડા | 02 | 00 | 00 |
| ગીર-સોમનાથ | 02 | 00 | 01 |
| જામનગર | 01 | 01 | 00 |
| મોરબી | 01 | 00 | 00 |
| સાબરકાંઠા | 02 | 00 | 00 |
| મહિસાગર | 02 | 00 | 00 |
| અરવલ્લી | 01 | 01 | 00 |
| કુલ | 1272 | 48 | 88 |


