Get The App

ચીન પર નથી ભરોસો, અમેરિકા કરતા વધારે લોકો ચીનમાં મોતને ભેટયા છેઃ ટ્રમ્પ

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
ચીન પર નથી ભરોસો, અમેરિકા કરતા વધારે લોકો ચીનમાં મોતને ભેટયા છેઃ ટ્રમ્પ 1 - image

વોશિંગ્ટન,  તા.18 એપ્રિલ 2020, શનિવાર

ચીને કોરોના વાયરસથી મોતને ભેટનારા દર્દીઓની સંખ્યામાં ગઈકાલે અચાનક વધારો કર્યો હતો. ચીનની આ હરકતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીન પર વધુ એક વખત પ્રહાર કરવાની તક મળી ગઈ છે.

ચીન પર નથી ભરોસો, અમેરિકા કરતા વધારે લોકો ચીનમાં મોતને ભેટયા છેઃ ટ્રમ્પ 2 - imageટ્રમ્પે કહ્યુ છે કે, ચીનમાં કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા અમેરિકા કરતા પણ વધારે છે. ચીને આંકડો વધારીને જે સંખ્યા દર્શાવી છે તેના કરતા પણ વધારે લોકો મોતને ભેટ્યા છે.

ચીન પર નથી ભરોસો, અમેરિકા કરતા વધારે લોકો ચીનમાં મોતને ભેટયા છેઃ ટ્રમ્પ 3 - imageઉલ્લેખનીય છે કે, કોરોનાના એપિ સેન્ટર મનાતા વુહાનમાં થયેલા મોતના આંકડામાં ચીને અચાનક જ વધારો કરી દીધો છે. ચીને વુહાનમાં થયેલા મોતની સંખ્યા વધારીને 3869 કરી દીધી છે. ચીને મોતના આંકડામાં 1290નો વધારો કર્યો છે.

ચીન પર નથી ભરોસો, અમેરિકા કરતા વધારે લોકો ચીનમાં મોતને ભેટયા છેઃ ટ્રમ્પ 4 - imageચીનનુ કહેવુ છે કે, આ મોતનો આંકડો ભૂલથી સામેલ કરવાનો રહી ગયો હતો અથવા તો મોતનુ કારણ બીજુ બતાવાયુ હતુ.

ચીનમાં હલે મોતનો આંકડો વધારીને 4632 કરવામાં આવ્યો છે.




Tags :