Get The App

Video: લોકડાઉનનો ભંગ કરતા લોકોને યમરાજની ધમકી... ઘરની બહાર નીકળ્યા તો સાથે લઈ જઈશ

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
Video: લોકડાઉનનો ભંગ કરતા લોકોને યમરાજની ધમકી... ઘરની બહાર નીકળ્યા તો સાથે લઈ જઈશ 1 - image



- લોકોને ઘરમાં રહેવા સમજાવવા ઈંદોર પોલીસે ધારણ કર્યું સાક્ષાત યમરાજનું સ્વરૂપ
- યમરાજના વેશમાં બોનેટ પર બેઠેલા અધિકારીએ જો બહાર નીકળશો તો સાથે લઈ જઈશ તેવી ધમકી આપી


ઈંદોર, તા. 18 એપ્રિલ 2020, શનિવાર

લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ સતત લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી રહી છે. ત્યારે ઈંદોર પોલીસે હવે સાક્ષાત યમરાજનું સ્વરૂપ ધારણ કરીને લોકોને ઘરમાં રહેવાની સમજણ આપી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં પોલીસ અધિકારી વાહનના બોનેટ પર યમરાજની વેશભૂષામાં બેઠેલા જોવા મળે છે. સાથે જ માઈક લઈને તેઓ કોરોના ફરી રહ્યો હોવાથી લોકોને ઘરમાં રહેવાનું કહેતા દેખાઈ રહ્યા છે.

યમરાજના વેશમાં રહેલા પોલીસ અધિકારીએ લોકોને જો તમે ઘરમાં નહીં રહો તો મજબૂરીવશ મારે તમને પોતાની સાથે લઈ જવા પડશે તેવી હળવી શૈલીની ધમકી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ રાજ્યમાં ઈંદોર કોરોનાથી સૌથી પ્રભાવિત શહેર છે. કોરોનાના કારણે ઈંદોરમાં 47 લોકોના મોત થયા છે અને 892 જેટલા લોકોને તેનો ચેપ લાગેલો છે. જ્યારે પ્રદેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 1,362ને પાર કરી ગઈ છે.

Tags :