અમદાવાદ, તા. 18 એપ્રિલ 2020 શનિવાર
છેલ્લા થોડા દિવસથી લોકડાઉનમાં અમુક વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં એક મહિલા પીએસઆઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
જેને પગલે ક્લસ્ટર વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સુરક્ષિત રહે તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેનિટાઈઝર વિહિકલ બનાવ્યું છે. જેમાં 30 સેકન્ડમાં આઠ પોલીસ સેનિટાઈઝ થઈ જાય છે.
અત્યારે આ વિહિકલ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવતી પોલીસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જે એફડીએ માન્ય નેબ્યુલાઇઝર છે અગાઉ પણ પોલીસે આ પ્રકારની એક જીપ બનાવી હતી. જેમાં એક સાથે ફક્ત બે જ પોલીસ કર્મચારીઓ સેનિટાઈઝ થતા હતા. જોકે આ વ્હીકલમાં 30 સેકન્ડમાં આઠ પોલીસ કર્મચારી સેનિટાઈઝ થઈ જાય છે એમ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું.


