Get The App

સુરત: વરાછા-રાંદેરના 3735 ઘરમાં રહેતાં 17281 લોકો ફરજ્યાત કોરેન્ટાઈન

- સ્લમ વિસ્તારમાં કોરોનાના પગપેસારાના કારણે ટેન્શન વધ્યું

- અત્યાર સુધીમાં 13.26 લાખ લોકો ફરજ્યાત કોરોન્ટાઈન છેઃ બે વસાહતમાં કેસ મળતાં વધુ લોકોને કોરન્ટાઈન કરાયા

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
સુરત: વરાછા-રાંદેરના 3735 ઘરમાં રહેતાં 17281 લોકો ફરજ્યાત કોરેન્ટાઈન 1 - image

સુરત, તા. 18 એપ્રિલ 2020 શનિવાર

સુરત મ્યુનિ.એ કોરોના અટકાવવા માટે દર્દી મળે તે વિસ્તારને ફરજ્યાત કોરોન્ટાઈન જાહેર કરવાનું શરૂ કર્યું છે. ગઈકાલે સુરતના વરાછા અને રાંદેર ઝોનમાં બે જગ્યાએ દર્દી મળી આવતાં વધુ 3735 ઘરોમાં રહેતાં 17281 લોકોને ફરજ્યાત કોરન્ટાઈન કરવાનો હુકમ કર્યો છે. મ્યુનિ.ની વસાહતમાં કોરોનાએ પગ પેસારો કરતાં મ્યુનિ.ના ટેન્શનમાં વધારો થયો છે. 

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા શિવ ગંગા નગરમાં રહેતાં દેવકી દેવી રાજપુત અને લક્ષમી રાઠીને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ વિસ્તાર રાંદેર ઝોનના જહાંગીરપુરાનો સ્લમ વિસ્તાર છે. 

સ્લમ વિસ્તારમાં કોરનાનું સંક્રમણ થતાં આ ચેપ વધુ લાગે તેવી દહેશત મ્યુનિ.ને હોવાથી કેસ જાહેર થતા જ આ વિસ્તારને સંપુર્ણ સેનેટાઈઝ કરવા સાથે સાથે શિવ ગંગા નગર સાથે ઉગત સાઈટ એન્ડ સર્વિસ વિસ્તારના 729 ઘરોમાં રહેતા ચાર હજાર લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કરવાનો હુકમ કર્યો છે. 

આ ઉપરાંત શાકભાજીના ધંધા સાથે સંકળાયલા આશાબેન પ્રતાપ અને મીનાબેન બુડિયા  વરાછા રોડની દીન દયાળ નગર ઝુંપડપટ્ટીમાં રહે છે. આ બે મહિલાઓ શાકભાજીનો વ્યવસાય કરતા હોવા ઉપરાંત ઝુંપડપટ્ટીમાં રહેતાં હોવાથી મ્યુનિ.ના ટેન્શનમાં બેવડો વધારો થયો છે. 

મ્યુનિ. તંત્રએ શાકભાજીનું વેચાણ કરતાં તમામ ફેરિયાનું સ્કેનીંગ કરવા સાથે સાથે વરાછા ઝોન વિસ્તારમાં આવેલી કૃષ્ણ નગર અને શ્રીરામ નગરમાં 3006 ઘરોમાં રહેતાં 13281 લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કરી દીધા છે. આ પહેલાં મ્યુનિ. તંત્રએ કોરોનાના ક્લસ્ટર જાહેર થયાં છે તેવા વિસ્તારમાં 13.26 લાખ લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કરવા સાથે કરર્ફ્યુ પણ મુક્યો છે. હવે સુરતમાં વધુ 17281 લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કરવાનો નિણય કર્યો છે.

Tags :