Get The App

આ દેશમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે 18 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
આ દેશમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે 18 લોકોને મોતને ઘાટ ઉતાર્યા 1 - image

એડિસ અબાબા, તા.18 એપ્રિલ 2020, શનિવાર

આ દેશમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે 18 લોકોને મોતને ઘાટ ઉતાર્યા 2 - imageકોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનનુ પાલન નહી કરનારા લોકોને આપણે ત્યાં પોલીસ અલગ-અલગ પ્રકારની સજા કરે છે.કેટલીક જગ્યાએ પોલીસે લાકડીઓ પણ મારી છે.

આ દેશમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે 18 લોકોને મોતને ઘાટ ઉતાર્યા 3 - imageજોકે આફ્રિકાના દેશ નાઈજીરિયામાં લોકડાઉનનુ પાલન નહી કરનારા પર પોલીસ ક્રુરતા કરી રહી છે. નાઈજીરિયાની માનવ અધિકાર સંસ્થાઓનુ કહેવુ છે કે, લોકડાઉન દરમિયાન પોલીસે 18 લોકોની હત્યા કરી નાંખી છે. જે કોરોનામાં મરેલા લોકોની સંખ્યા કરતા પણ વધારે છે. નાઈજીરિયામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના  મોત થયા છે. જોકે આજે સવાર સુધીમાં આ સંખ્યા વધીને 17 થઈ છે.

આ દેશમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે 18 લોકોને મોતને ઘાટ ઉતાર્યા 4 - imageલોકોએ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનને પોલીસના અત્યાચારના વિડિયો મોકલ્યા હતા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ થયો હતો. કમિશનનુ કહેવુ છે કે, અમારી પાસે દેશના 24 રાજયોમાંથી 100 જેટલી ફરિયાદો આવી છે. નાઈજીરિયામાં 30 માર્ચથી લોકડાઉન લાગુ કરાયુ છે. અહીંયા અત્યાર સુધીમાં 500 જેટલા લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે પણ ડર છે કે, દેશની અડધી વસતીમાં તે ફેલાઈ શકે છે. નાઈજીરિયાની વસતી 20 કરોડ જેટલી છે.

આ દેશમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે 18 લોકોને મોતને ઘાટ ઉતાર્યા 5 - imageનાઈજીરિયાની પોલીસની ઈમેજ એમ પણ ક્રુરતાભરી રહી છે. એક વર્ષમાં પોલીસે 1476 લોકોની હત્યા કરી હોવાનો આરોપ પણ લાગી ચુકેલો છે.

Tags :