Get The App

કોરોનાની ગંભીર બીમારીમાંથી સાજા થયેલા દર્દીના પ્લાઝમાના ઉપયોગ માટે ગુજરાતે મંજૂરી માગી

- અમદાવાદ સિવિલના ડૉ.કમલેશ ઉપાધ્યાયે આઈસીએમઆરને દરખાસ્ત મોકલાવી

- પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કોરોનાની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને આપીને તેમના શરીરમાં થતી અસરનો અભ્યાસ કરી રિઝલ્ટ મેળવી શકાશે

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાની ગંભીર બીમારીમાંથી સાજા થયેલા દર્દીના પ્લાઝમાના ઉપયોગ માટે ગુજરાતે મંજૂરી માગી 1 - image


અમદાવાદ, તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર

કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલા દરદીના શરીરમાંના લોહીમાંનું પ્લાઝમાં અલગ પાડીને તે કોરોના વાઈરસના અન્ય દરદીઓને ચઢાવીને તેને સાજા કરવાની છૂટ આપવાની માગણી કરતી એક ેદરખાસ્ત આઈસીએમઆરન મોકલવામાં આવી છે. કોરોના વાઈરસના ચેપને કારણે ગંભીર બીમાર પડેલા દરદીને તેનાથી સાજાં કરી શકાશે. દરખાસ્તને મંજૂરી મળતા ગુજરાતમાં પણ કોરોના વાઈરસના દરદીઓ  પર તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવામાં આવશે. આ મંજૂરી આગામી થોડા દિવસોમાં જ મળી જવાની સંભાવના છે. ભૂતકાળમાં વિદેશમાં સ્પેનિશ ફ્લુના વાયરા આવ્યો હતો ત્યારે સારા થયેલા દરદીઓનું લોહી જ સીધું દરદીઓને આપીને તેમને સાજા કરવાની કોશિશ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારનું કહેવું છે કે આગામી બે ત્રણ દિવસમાં તેની મંજૂરી આઈસીએમઆર પાસેથી મળી જવાની સંભાવના છે. કેરળે પણ આ માટે મંજૂરી માગી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કમલેશ પટેલના વડપણ હેઠળ પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન માટે એક ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ પ્લાઝમા ટ્રાન્સફ્યુઝનની દરેક કામગીરી પર નજર રાખશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉ. કમલેશ પટેલનું કહેવું છે કે અમે સાજા થઈ ગયેલા દરદીઓનું લિસ્ટ તૈયાર કરી રહ્યા છીએ. તેમને બ્લડ ડોનેટ કરવા માટે અન ેતેનાથી અન્ય દરદીઓને મળનારા જીવતદાન અંગે સમજણ આપીશું. અમ્યુકોના સત્તાવાળાઓ પણ કોરોના વાઈરસની ગંભીર બીમારીનો ભોગ બનેલા લોકોને યાદી તૈયારકરીને તેમને સ્વૈચ્ચાએ રક્તદાન કરવા માટે સમજાવશે. આ દરદીનું લોહી લેતા પૂર્વે તેને એચઆઈવી એઈડ્સ, હેપિટાઈટીસ બી અને હેપિટાઈટિસ સીની બીમારી છે કે નહિ તેની ચકાસણી કરી લઈશું. ત્યારબાદ જ તે દરદીનું લોહી લઈશું. ત્યારબાદ તેમનું લોહી લઈને તેમાંથી પ્લાઝમા અલગ તારવી લેશં. આ પ્લાઝમાં નવા દરદીને આપતા પૂર્વે તેને પણ તેનો ખ્લાય આપીશું. તેની મંજૂરી લઈને જ પ્લાઝમાં આપવામાં આવશે. આ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રોટેોકોલની એકેએક શરતનું પાલન કરીને જ આ કામગીરી અમે આગળ ધપાવીશું.

લોહીમાં ઓક્સિજનનું લેવલ 90થી નીચે જાય તો તપાસ કરાવી લો 

લોહીમાં ઓક્સિજનનું લેવલ સામાન્ય રીતે ૯૫થી ૯૭ ટકાનીરેન્જમાં હોય છે. લોહીમાં ઓક્સિજનનું લેવલ ૯૦થી નીચે જાય તો તે વ્યક્તિઓએ તેમને કોરાના વાઈરસનો ચેપ લાગ્યો છે કે નહિ તેની ચકાસણી કરાવી લેવી જોઈેએ. કોરોનાના વાઈરસ વ્યક્તિના શરીરમાંના હિમોગ્લોબિનના કણ પર એટેક કરે છે. રક્તકણમાના હિમ પર ચોંટી જાય છે. તેને પરિણામે ઓક્સિજન પહોંચવાની પ્રક્રિયા ખોરવાય છે. હિમ એ માનવ શરીરના રક્તકણમાંનું આયર્ન છે. તેના પર વાઈરસ ચોંટી જાય તો ઓક્સિજનના વહનની પ્રક્રિયા ખોરવાઈ જાય છે. 

પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન માટે લોહી કેવો દરદી આપી શકે

પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝન માટે જોઈતું લોહી સામાન્ય વ્યક્તિના શરીરમાંથી લઈ શકાતું નથી.કોરોના વાઈરસના ચેપનો ભોગ બન્યો હોય અન તેમાંથી સાજો થઈ ગયો હોય તેવી વ્યક્તિ ડોનેશન આપવાને પાત્ર બને છે. તેમાંય કેટલીક શરતો રાખવામાં આવી છે. કોરોના વાઈરસનો ચેપ લાગ્ય પાછી ૧૦થી ૧૨ દિવસ બાદ તેના લેવામાં આવેલા છેલ્લા બે રિપોર્ટ કોરોના નેગેટીવ આવ્યા હોવા જોઈએ. આ કેટેગરીમાં આવતા દરદીઓ જ પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝન માટે તેમનું લોહી આપી સકે છે. તેમને ચેપ લાગ્યાના ૧૮થી ૨૮ દિવસ બાદ તેઓ લોહી આપે તો વધુ અસરકારક ગણાય છે. 

100 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લુમાં પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝનની સારવાર કરાઈ હતી

આજથી અંદાજે ૧૦૦ વર્ષ પહેલા એટલે કે ૧૯૧૮ના અરસામાં સ્પેનિશ ફ્લુની બીમારી વિશ્વમાં ફેલાઈ હતી. આ વખતે વોઈરસ શોધવાની પદ્ધતિ જ નહોતી. વાઈરસ શોધવાની પદ્ધતિ ૧૯૩૩ની સાલમાં આવી હતી. આ સ્થિતિમાં તેનો પ્રતિકાર કરવા માટે તન્દુરસ્ત માનવના શરીરમાંનું લોહી બીમાર પડેલી વ્યક્તિને ચઢાવીને તેને પ્લાઝમાં થેરપીની સારવાર આપવામાં આવી હતી. 

મુખ્યમંત્રી રૂપાણીએ  કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન સાથે વાત કરી

કેરળમાં પ્લાઝમા ટ્રીટમેન્ટ માધ્યમથી વેન્ટિલેટર પર જીવનમરણનો જંગ ખેલી રહેલા દર્દીઓ સાજા થયા હોવાનો સફળ પ્રયોગ થયો છે. આજ ટ્રીટમેન્ટ ગુજરાતમાં પણ શરૂ કરવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બપોરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે વાત કરી હતી. આ ઉપરાંત પ્લાઝમા ટ્રીટમેન્ટ માટે ગુજરાત રાજ્યને પણ જલ્દી મંજૂરી મળે તે માટે ચર્ચા કરી હતી. આરોગ્ય સચિવ ડો જયંતિ રવિએ પણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેકટર સાથે પણ આજ મુદ્દે વાત કરી હતી.

Tags :