For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 23 of lockdown: આરબ દેશોમાં 7.4 કરોડ લોકો પાસે હાથ ધોવાની પૂરતી સુવિધા નથી : UN

Updated: Apr 16th, 2020


Day 23 of lockdown: આરબ દેશોમાં 7.4 કરોડ લોકો પાસે હાથ ધોવાની પૂરતી સુવિધા નથી : UNઅમદાવાદ, તા. 16 એપ્રિલ 2020, ગુરૂવાર

પાણીની અછતથી પીડાતા આરબ પ્રદેશ ના 7.40 કરોડ લોકોના ઘરમાં વોશ-બેઝિન કે સાબુ નહિ રહેતા હોવાથી એમને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું મોટું જોખમ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં આમ જણાવીને ઉમેરાયું છે કે આ 7.4 કરોડ પ્રજાજનોમાં 3.1 કરોડ લોકો સુદાનના છે, 1.4 કરોડ લોકો યુધ્ધગ્રસ્ત યમનના છે, જયારે 99 લાખ ઇજિપ્તવાસીઓ છે. Read More...


લોકડાઉન દરમિયાન રામાયણ-મહાભારતની અપ્રતિમ લોકપ્રિયતા, TV TRPનાં તુટ્યાં તમામ રેકોર્ડ
લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારતનું પ્રસારણ ફરી શરુ કર્યું છે. જેના કારણે દર્શકોની સંખ્યા વધી છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય મનોરંજન ચેનલોના દર્શકોની સંખ્યા દૂરદર્શનના કારણે વધી છે. બાર્ક (BARC)ના મુખ્ય કાર્યકારી સુનીલ લુલ્લાએ સંકેત આપ્યો છે કે રામાયણ (ramayana)અને મહાભારત (mahabharat)ના કારણે રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શનના દર્શકોની સંખ્યામાં વધારો થયો છે. Read More...


Coronavirus: મહેલની વૈભવી જિંદગી છોડીને આ દેશની રાજકુમારી બની હેલ્થ વર્કર
કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે અને યુરોપના દેશ સ્વીડનમાં પણ હવે કોરોનાનો કહેર દેખાઈ રહ્યો છે. તેવામાં સ્વીડનના પ્રિન્સેસ સોફિયાએ કોરોના સામે લડવા માટે હોસ્પિટલમાં સેવા આપવાની શરૂઆત કરી છે. Read More...


રાજ્યના 24 જિલ્લામાં પહોંચ્યો કોરોના, ગુજરાતમાં આજે સૌથી વધારે કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરુ બનતું જાય છે. ગુજરાતમાં સવારથી સાંજ સુધીમાં નવા 58 કેસ નોંધાય ચૂક્યા છે. જેમાંથી એકલા અમદાવાદમાં સવારથી સાંજ સુધીમાં 53 કેસ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 95 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 163 કેસ નોંધાઇ ચૂક્યા છે. Read More...


"સુપર પાવર" અમેરિકામાં કોરોના વાયરસનું તાંડવ, 31 હજાર લોકોનું મોત, 6 લાખથી વધુ દર્દી
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસથી અમેરિકામાં મરનારાની સંખ્યા ગુરૂવારે 31 હજારને પાર થઇ ગઇ છે, જ્યારે આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં 6 લાખથી વધુ છે, કોરોના વાયરસથી પ્રભાવિતોનાં આંક પર નજર રાખનારી સંસ્થા જોન્સ હોપકિન્સે આ ડેટા રજુ કર્યો છે. Read More...


તબલિગી જમાતનાં મૌલાના સાદ વિરૂધ્ધ ઇડીએ નોંધ્યો મની લોન્ડ્રીંગ કેસ
EDએ તબલિગી જમાતનાં વડા મૌલાના સાદ વિરૂધ્ધ ગુરૂવારે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIRનાં આધારે મની લોન્ડ્રીંગનાં કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીનાં નિઝામુદ્દીનની તબલિગી જમાતનાં મરકઝમાં માર્ચનાં મધ્યમાં એક મોટું ધાર્મિક આયોજન થયું હતું, ત્યાર બાદ કોરોના રોગચાળાનું સૌથી મોટું હોટસ્પોટ બન્યું. Read More...


અર્થતંત્રને બચાવવા એક્સનમાં સરકાર, બીજા રાહત પેકેજ માટે PM મોદીએ યોજી બેઠક
કોરોનાથી દેશને બચાવવાની સાથે- સાથે સરકાર હવે અર્થતંત્રને બચાવવા માટે એક્સનમાં આવી ગઇ છે, 1.7 લાખ કરોડનાં પહેલા રાહત પેકેજ બાદ ખુબ ઝડપથી બીજા રાહત પેકેજની ઘોષણા કરી શકે છે, તેને લઇને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇ લેવલની બેઠક યોજી જેમાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ પણ સામેલ હતાં. Read More...


સ્પેનમાં કોરોનાના સતત ફેલાવાને લઈ કોફીન બનાવતું ગામ ધમધમી ઉઠ્યું
કોરોના વાયરસના કારણે આખી દુનિયાનું કામ અટકી પડ્યું છે પરંતુ સ્પેનના એક નાનકડા ગામ પિનોરમાં દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. જેમ-જેમ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેમ-તેમ આ ગામના કારીગરોના હાથ બમણી ઝડપથી કામ કરી રહ્યા છે.  Read More...


જાપાનમાં કોરોનાથી ચાર લાખ લોકોના મોતની ચેતવણી
કોરોના વાયરસ મહામારી સાથે સંકળાયેલા એક રિપોર્ટને લઈ જાપાનની શિંઝો આબે સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ રિપોર્ટમાં જો સરકાર કડકાઈથી પગલા નહીં લે તો ચાર લાખ લોકોના મૃત્યુ થઈ શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે. Read More...


ભલેણા અભણ અમેરિકનોએ લોકડાઉનના વિરોધમાં રેલી કાઢી
એક તરફ સમગ્ર વિશ્વમાં લોકોને કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા સોશિયલ ડિસ્ટેન્સિંગ અને લોકડાઉનનો સહારો લેવાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ કેટલાક લોકો હજુ પણ આ મહામારીની ગંભીરતા સમજવા માટે તૈયાર નથી જણાતા. અમેરિકાના મિશિગન રાજ્યમાં બુધવારે આ પ્રકારની જ એક ગંભીર ઘટના બની હતી. Read More...


ચીને ભારતને દાનમાં મોકલેલી PPE કીટમાંથી 50,000 કીટ ખરાબ નીકળી
વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં વિજયી બનવા હાલ વિશ્વના મોટા ભાગના દેશો ચીન તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. કેટલેક અંશે ચીને આગળ આવીને આવા દેશોની મદદ પણ કરી છે પરંતુ મોટા ભાગના દેશો ચીનની મદદથી ખુશ થવાના બદલે દુખી થઈ રહ્યા છે. Read More...


28 વર્ષીય ગર્ભવતી નર્સે બાળકીને જન્મ આપ્યા બાદ દમ તોડ્યો
બ્રિટનમાં કોરોના વાયરસથી સંક્રમિત એક ગર્ભવતી નર્સનું અવસાન થયું છે. જો કે, મૃત્યુ પહેલા નર્સે સફળતાપૂર્વક એક બાળકીને જન્મ આપ્યો હતો અને બાળકીની સ્થિતિ ઠીક છે. લંડનના ઉત્તરી ક્ષેત્રમાં આવેલી લ્યુટન એન્ડ ડંસ્ટેબલ યુનિવર્સિટી હોસ્પિટલના જનરલ વોર્ડમાં નર્સ તરીકે સેવા આપતી 28 વર્ષીય મૈરી અગ્યીવા અગ્યપોંગનું રવિવારે મૃત્યુ થયું હતું. Read More...


WHO પર અમેરિકાનો ગંભીર આરોપ, ચીનને બચાવવા માટે સ્પર્શથી કોરોના ફેલાવાની વાત છુપાવી
દુનિયાભરમાં ટિકાઓ સહન કર્યા પછી હવે અમેરિકાએ (USA)પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)પર ખુલીને પ્રહાર કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)WHOનું ફંડિગ રોક્યા પછી અમેરિકી પ્રશાસને ફરી એક વખત WHO પર ગંભીર આરોપ લગાવ્યો છે. Read More...


ભારતની મેડિકલ ડિપ્લોમસી: 108 દેશોને 8.5 કરોડ HCQ ટેબલેટ અને પૈરાસિટામોલ મોકલી
કોરોના વાયરસ સંકટમાં ભારતની મેડિકલ ડિપ્લોમસી 108 દેશોને મોકલીને મેડિકલ ડિપ્લોમસીનો શુભારંભ કર્યો છે, ભારતે છેલ્લા સપ્તાહમાં 100થી વધુ દેશોને રોગચાળાથી લડવા માટે દવા મોકલી છે. Read More...


પોલીસે આડાઈ કરતા બીમાર પિતાને ઉંચકીને એક કિમી દોડ્યો કળયુગનો 'શ્રવણ'
શવ્યાપી લોકડાઉન વચ્ચે ઈમરજન્સી કહેવાય સ્થિતિમાં લોકોને જાત જાતની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. કેરાલાના પનલૂર શહેરમાં બનેલી આવી જ એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન પોતાના વૃધ્ધ પિતાને ઉંચકીને દોડતો જેખાય છે. Read More...


લોકડાઉનના લીધે પિયરથી પત્ની પાછી ના ફરી શકી, પતિએ કરી લીધા બીજા લગ્ન
લોકડાઉનના કારણે કરોડો પરિવારો ઘરમાં ફસાયેલા છે. લોકોને પરિવારના સભ્યો સાથે સમય વીતાવવાનો પૂરો સમય પણ મળી રહ્યો છે. તો કેટલાક મામલામાં લોકડાઉન લાગુ થવાના કારણે અન્ય જગ્યાએ ફસાઈ ગયેલા પરિવારનો સભ્યો વિખૂટા પણ પડ્યા છે. Read More...


કોરોના વાયરસની શોધ કરનાર આ મહિલા વૈજ્ઞાનિકને એક તબક્કે સ્કૂલ છોડવી પડી હતી
કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. મોટાભાગના લોકોએ આ વાયરસનુ નામ તાજેતરમાં સાંભળ્યુ છે પણ વાયરસના ક્ષેત્રમાં કામ કરનારા સંશોધકો માટે આ નામ નવુ નથી. આમ તો કોરોના વાયરસના પરિવારમાં 40 થી 50 વાયરસ છે પણ સૌથી ઘાતક કોવિડ-19 છે જે અત્યારે લોકોના જીવ લઈ રહ્યો છે. દુનિયામાં કોરોનાના કોહરામ વચ્ચે રસપ્રદ વાત એ છે કે, કોરોના વાયરસની સૌથી પહેલી શોધ એક મહિલા ડોક્ટરે કરી હતી. Read More...


આ સમય પીએમ મોદી સામે નહી કોરોના સામે લડવાનો છેઃ રાહુલ ગાંધી
કોરોના સામેની લડાઈમાં સરકારને સૂચન આપવાની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્વનુ નિવેદન પણ આપ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ સમય છે કે આખો દેશ એક થઈને કોરોના વાયરસ સામેની લડાઈ લડે. આ સ્થિતિમાં હું પીએમ મોદી સાથે લડાઈ કરવા માંગતો નથી. Read More...


પિઝા ડિલવરી બોય કોરોના પોઝિટિવ, ડિલિવરી લેનાર 72 પરિવારો ક્વોરેન્ટાઈન
દેશની રાજધાની દિલ્હીની એક ચોંકાવનારી ઘટનામાં એક પિઝા ડિલિવરી બોયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે હવે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓને અપાયેલી છુટ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ એવા 72 પરિવારોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. Read More...


કોરોના થતો હોય તો થાય પણ ટેસ્ટ નહી કરાવીએ કહીને ટોળુ ડોક્ટરો પર તુટી પડ્યુ
યુપીના મુરાદાબાદમાં મેડિકલ ચેક અપ માટે ગયેલી ટીમના ડોક્ટરો અને બીજા સભ્યો પર જે રીતે ગઈકાલે પથ્થરમારો કરાયો હતો તે જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે. Read More...


એવી સ્થિતિ ના સર્જો કે મિલિટરી બોલાવવી પડે, પથ્થરો ફેંકનારા પર ભડક્યો સલમાન
બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાને કોરોના સામેની લડાઈમાં ફરી એક વખત વિડિયો મેસેજ મુક્યો છે. સોશ્યલ મીડિયા પર મુકેલા મેસેજમાં સલમાનખાન કહે છે કે, હવે તો રિયલ લાઈફનુ બિગ બોસ શરુ થઈ ગયુ છે. કેટલાક લોકોને એવુ લાગે છે કે તેમને કોરોના નહી થાય. આવા લોકો જોકર છે. એવી સ્થિતિ ના આવે કે તમને સમજાવવા માટે મિલટરી બોલાવવી પડે. Read More...


રાજ્યમાં કોરોનાના નવા 105 પોઝિટિવ કેસ, આંકડો 871એ પહોંચ્યો
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતો જઈ રહ્યો છે. આજે 10 વાગ્યા સુધી કોરોનાના કુલ 105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 871 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે. Read More...


લોકડાઉન એ ફક્ત પોઝ બટન, મોદી સરકાર જીતનો આનંદ ના લે
કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને કેટલાક સૂચનો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, બે સ્તરે કામ કરવાની જરુર છે. એક તો ઈકોનોમી અને બીજુ મેડિકલ સુવિધાઓ. Read More...


દેશમાં આ ચાર શહેરો છે કોરોનાના એપી સેન્ટર, કુલ કેસના 25 ટકા કેસો ફક્ત આ જ શહેરોમાં જોવા મળ્યા
દેશમાં કોરોનાનો હાહાકાર છવાઈ ગયો છે. દેશમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા 10 દિવસમાં ખૂબજ ઝડપે વધી રહ્યું છે. 21 દિવસના લોકડાઉન છતાં કોરોનાની ગતિ જોતાં દેશમાં હજુ પણ કેસ વધી રહ્યા છે. દેશમાં 23 માર્ચે પૂરા 500 કેસ પણ નહોતા. Read More...


અમદાવાદ: સરખેજમાં એક્ટિવા પર દારૂનો જથ્થો લઈ જતો યુવક ઝડપાયો
સરખેજમાં બસ સ્ટેન્ડ નજીક વોડાફોન ટાવર નજીકથી દારૂનો જથ્થો લઇ રહેલા યુવકને સ્થાનિક લોકોએ અટકાવતા યુવક એક્ટિવા મૂકીને ફરાર થઈ ગયો હતો. Read More...


Gujarat