Get The App

પોલીસે આડાઈ કરતા બીમાર પિતાને ઉંચકીને એક કિમી દોડ્યો કળયુગનો 'શ્રવણ'

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
પોલીસે આડાઈ કરતા બીમાર પિતાને ઉંચકીને એક કિમી દોડ્યો કળયુગનો 'શ્રવણ' 1 - image

કેરલા, તા.16 એપ્રિલ 2020, ગુરૂવાર

દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ઈમરજન્સી કહેવાય સ્થિતિમાં લોકોને જાત જાતની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.

કેરાલાના પનલૂર શહેરમાં બનેલી આવી જ એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન પોતાના વૃધ્ધ પિતાને ઉંચકીને દોડતો જેખાય છે. વિડિયો પાછળની વિગતો એવી છે કે, આ યુવાનના પિતા બીમાર હતા અને તે ઓટોરીક્ષામાં તેમને સારવાર માટે દવાખાને લઈ જઈ રહ્યો હતો. જોકે પોલીસે તેના ઘરથી એક કિમી દુર જ ઓટોને રોકી દીધી હતી.

પોલીસે આડાઈ કરતા બીમાર પિતાને ઉંચકીને એક કિમી દોડ્યો કળયુગનો 'શ્રવણ' 2 - imageપોલીસે ઓટોને આગળ જવા દીધી નહોતી અ્ને બીજો કોઈ રસ્તો નહી મળતા યુવાન પિતાને ઉંચકીને એક કિલોમીટર સુધી દોડ્યો હતો અને ત્યાં ઉભેલી ઓટોરીક્ષામાં બેસાડયા હતા. આ વિડિયો વાયરલ થયા પછી માનવધિકાર આયોગે આ મામલમાં પોલીસનો ખુલાસો પણ પૂછ્યો છે.

Tags :