Get The App

આ સમય પીએમ મોદી સામે નહી કોરોના સામે લડવાનો છેઃ રાહુલ ગાંધી

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
આ સમય પીએમ મોદી સામે નહી કોરોના સામે લડવાનો છેઃ રાહુલ ગાંધી 1 - image

નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોના સામેની લડાઈમાં સરકારને સૂચન આપવાની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્વનુ નિવેદન પણ આપ્યુ હતુ.

આ સમય પીએમ મોદી સામે નહી કોરોના સામે લડવાનો છેઃ રાહુલ ગાંધી 2 - imageરાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ સમય છે કે આખો દેશ એક થઈને કોરોના વાયરસ સામેની લડાઈ લડે. આ સ્થિતિમાં હું પીએમ મોદી સાથે લડાઈ કરવા માંગતો નથી.

રાહુલ ગાધીને પૂછવામાં આવ્યુ હતુ કે, સૌથી પહેલા કોરોના સામેની લડાઈમાં તમે જ સરકારને ચેતવણી આપી હતી ... તેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, મને કોઈ વસ્તુની ક્રેડિટ નથી જોઈતી. હું ઈચ્છુ છું કે લોકો સુરક્ષિત રહે.

આ સમય પીએમ મોદી સામે નહી કોરોના સામે લડવાનો છેઃ રાહુલ ગાંધી 3 - imageરાહુલ ગાંધી હંમેશા પીએમ મોદીની સામે સવાલો ઉભા કરતા હોય છે ત્યારે હાલમાં કોરોનાની સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીએ આડકતરી રીતે સરકાર સામે હાલમાં રાજકીય યુધ્ધમાં ઉતરવા નથી માંગતા તેવો ઈશારો કર્યો હોય તેમ લાગે છે.


Tags :