દેશમાં આ ચાર શહેરો છે કોરોનાના એપી સેન્ટર, કુલ કેસના 25 ટકા કેસો ફક્ત આ જ શહેરોમાં જોવા મળ્યા
અમદાવાદ, તા. 16 એપ્રિલ 2020, ગુરૂવાર
દેશમાં કોરોનાનો હાહાકાર છવાઈ ગયો છે. દેશમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા 10 દિવસમાં ખૂબજ ઝડપે વધી રહ્યું છે. 21 દિવસના લોકડાઉન છતાં કોરોનાની ગતિ જોતાં દેશમાં હજુ પણ કેસ વધી રહ્યા છે. દેશમાં 23 માર્ચે પૂરા 500 કેસ પણ નહોતા.
28 માર્ચે 1019 કેસ નોંધાયા હતા આમ દેશમાં 1થી 1000 સુધી પહોંચતા બે મહિનાનો સમય લાગ્યો હતો. દેશમાં 30 જાન્યુઆરીએ કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ હતો. તે પછી 13 માર્ચ સુધીમાં ફક્ત 91 કેસ નોંધાયા હતા. 31 માર્ચ સુધીમાં દેશમાં કોરોનાના 1635 કેસ થયા હતા. કોરોનાએ એપ્રિલ મહિનામાં તેની ગતિ વધારી દીધી હોય તેમ એકાએક કેસો વધવા લાગ્યા.
1 એપ્રિલે 2059 કેસ થયા પછીથી ધીમે ધીમે રફતાર પકડતાં એવેરેજ છેલ્લા 14 દિવસમાં કુલ 10,000 નવા કેસ વધ્યા છે. હાલમાંદરરોજ એવેરેજ 800થી 1000 કેસ વધી રહ્યા છે. દેશમાં છેલ્લા અઠવાડિયામાં 6થી 13 એપ્રિલ દરમિયાન સંક્રમણની ઘટનાઓમાં 24 ટકાનો વધારો થયો છે. દેશમાં જો આ સ્થિતિ રહી તો આગળના 10,000 કેસ થવામાં અઠવાડિયાનો સમય પણ નહીં લાગે. દેશમાં અત્યાર સુધી 388 જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસો મળ્યા છે. જેમાં સૌથી વધારે સંક્રમણ 10 જિલ્લાઓમાં 39 ટકા છે.
ટોપ 50 જિલ્લાઓમાં 69 ટકા કેસ છે. દેશમાં મુંબઈ પુણે ઠાણે દેશના ટોપ સંક્રમિત જિલ્લાઓમાં સામેલ છે. અહીં 1939 કોરોના પોઝીટીવ મળ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 12,000 પહોંચ્યો છે તેમાં દેશમાં મુંબઈ, જયપુર ઈન્દોર અને અમદાવાદમાં કુલ 3000 કેસ થયા છે. દેશના 25 ટકા કેસો ફક્ત આ ચાર શહેરોમાં છે. અર્થાત દેશના એપી સેન્ટરો કહી શકાય તેવા મુખ્ય શહેરો છે. દેશમાં 9 શહેરોમાં જ 4300 કેસ છે. અર્થાત દેશમાં 30 ટકા કેસો આ શહેરોમાં જોવા મળ્યા છે.
કયા રાજ્યના કયા શહેર બન્યા એપીસેન્ટર ?
શહેર | રાજ્ય | કેસ |
મુંબઈ | મહારાષ્ટ્ર | 1756 |
જયપુર | રાજસ્થાન | 476 |
ઈન્દોર | મધ્યપ્રદેશ | 363 |
અમદાવાદ | ગુજરાત | 404 |
દક્ષિણ દિલ્હી | દિલ્હી | 320 |
હૈદરાબાદ | તેલંગણા | 197 |
પુણે | મહારાષ્ટ્ર | 351 |
થાણે | મહારાષ્ટ્ર | 270 |
કાસારગોદ | કેરળ | 168 |
જયપુરની શું છે સ્થિતિ ?
જયપુરમાં કોરોના સંક્રમણથી છેલ્લા 7 દિવસમાં 270 દર્દીઓની સંખ્યા વધી છે. આ સમયગાળામાં 296 ટકા કેસ વધ્યા છે. જયપુરમાં રામગંજ કોરોના સંક્રમણનું સેન્ટર બનીને ઉભર્યું છે. અહીં ઓમાનથી પરત આવેલા વ્યક્તિ દ્વાાર સંક્રમણ થયું હતું. ઈંદોરમાં છેલ્લા 7 દિવસોમાં 201 પોઝીટીવ કેશ આવ્યા. મધ્યપ્રદેશમાં 13 એપ્રિલ સુધી 604 સંક્રમિતો મળ્યા તેમાં એકલા ઈંદોરમાં જ 363 લોકો કોરોના પોઝીટીવ હતા. અર્થાત એમીની 60 ટકા પોઝીટીવ આ શહેરમાં છે.
ગુજરાતમાં 55 ટકા કેસ માત્ર અમદાવાદમાં
ગુજરાતમાં 55 ટકા જેટલા કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતમાં અમદાવાદ પછી વડોદરામાં પણ વિસ્ફોટ થયો છે. અમદાવાદમાં 404 કેસ નોધાયા છે. છેલ્લા ઑઅઠવાડિયામાં 782 ટકાનો વધારો થયો છે. એક અઠવાડિયા પહેલા અમદાવાદમાં 38 કેસ વધીને 404 ઉપર હોંચી ગયા છે. મુંબઈમાં 7 દિવસમાં 192 ટકા કેસનો વધારો થયો. અહીં 1540થી વધારે કેસો પોઝીટીવ છે. મુબઈમાં છેલલા અઠવાડિયામાં 1200 કેસ વધ્યા છે. મુંબીમાં 20 ટકા કેસ દક્ષિણ વોર્ડમાં વધ્યા છે. છેલ્લા 6 દિવસોમાં મહારાષ્ટ્રમાં 1 હજાર નવા કેસ સામે એકલા મુંબઈમાં જ 600 કેસ થયા છે. મહારાષ્ટ્રમાં 1000 કેસ થથાં 30 દિવસ થયા હતા. હવે નવા 1000 કેસ થવામાં અઠવાડિયું પણ નહીં લાગે.