Get The App

રામાયણ- મહાભારતની અપ્રતિમ લોકપ્રિયતા, TV TRPનાં તુટ્યાં તમામ રેકોર્ડ

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
રામાયણ- મહાભારતની અપ્રતિમ લોકપ્રિયતા, TV TRPનાં તુટ્યાં તમામ રેકોર્ડ 1 - image

મુંબઈ, 16 એપ્રિલ 2020 ગુરૂવાર

બાર્ક (BARC)ના મુખ્ય કાર્યકારી સુનીલ લુલ્લાએ સંકેત આપ્યો છે કે રામાયણ (ramayana)અને મહાભારત (mahabharat)ના કારણે રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શનના દર્શકોની સંખ્યામાં વધારો થયો છે.

લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારતનું પ્રસારણ ફરી શરુ કર્યું છે. જેના કારણે દર્શકોની સંખ્યા વધી છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય મનોરંજન ચેનલોના દર્શકોની સંખ્યા દૂરદર્શનના કારણે વધી છે.

પરિષદે કહ્યું કે 12 એપ્રિલે સમાપ્ત થયેલા સપ્તાહ સુધી ટીવી જોવાનો આંકડો કોવિડ-19ના પહેલાની સરખામણીમાં 38 ટકા વધ્યો છે. આ એક મોટો આંકડો છે.

કારણ કે લોકડાઉનમાં સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણા દર્શકોનો વધારો થયો છે. બીજી તરફ દર્શકોની સંખ્યા વધી છે પણ આ દરમિયાન જાહેરાતમાં ઘટાડો થયો છે. આ દરમિયાન જાહેરાતોના સમયમાં 26 ટકાનો ઘટાડો થયો છે.

આ દરમિયાન રામાયણમાં કુંભકર્ણ અને લક્ષ્મણના પ્રસંગો અને મહાભારતના પાત્રોને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા છે. દરેક એપિસોડ વિશે લોકો વાતચીત કરી રહ્યા છે. દર્શકોની માંગણી પર દૂરદર્શને રામાયણના શો પણ રિપીટ કરવા પડી રહ્યા છે.

પીએમ મોદીના સંબોધનને મળ્યા રેકોર્ડ દર્શકો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના લોકડાઉન-2ને(Lockdown 2.0) લઈને ટીવી પર સંબોધનને રેકોર્ડ 20.3 કરોડ લોકોએ જોયું હતું. બાર્કે ગુરુવારે કહ્યું કે પ્રધાનમંત્રીના સંબોધને તેમનો પાછલો રેકોર્ડ તોડ્યો છે.

બાર્કના મુખ્ય કાર્યકારી સુનીલ લુલ્લાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ મંગળવારે લોકડાઉનને 19 દિવસ વધારવાની જાહેરાત કરી હતી. તેમના આ 25 મિનિટના સંબોધનનું પ્રસારણ 199 પ્રસારણ કંપનીઓએ કર્યું હતું.

બધા દર્શકોની સંખ્યાના આધારે ગણતરી કરવામાં આવે તો આ પ્રસારણને ચાર અબજ મિનિટ જોઈ હતી. આ પણ એક રેકોર્ડ છે.બજાર અનુસંધાન એજન્સી એસી નિલ્સને કહ્યું લોકોએ સંપર્કની જાણ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડકરી છે પણ તેમાં 10 ટકા જ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ મોદીએ કોરોના વાયરસની મહામારી પર દેશની જનતાને ચાર વખત સંબોધિત કરી છે. 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી ત્યારે રેકોર્ડ 19.3 કરોડ લોકોએ જોયું હતું.

Tags :