અર્થતંત્રને બચાવવા એક્સનમાં સરકાર, બીજા રાહત પેકેજ માટે PM મોદીએ યોજી બેઠક
નવી દિલ્હી, 16 એપ્રિલ 2020 ગુરૂવાર
કોરોનાથી દેશને બચાવવાની સાથે- સાથે સરકાર હવે અર્થતંત્રને બચાવવા માટે એક્સનમાં આવી ગઇ છે, 1.7 લાખ કરોડનાં પહેલા રાહત પેકેજ બાદ ખુબ ઝડપથી બીજા રાહત પેકેજની ઘોષણા કરી શકે છે, તેને લઇને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇ લેવલની બેઠક યોજી જેમાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ પણ સામેલ હતાં.
સૌથી વધુ પ્રભાવિત સેક્ટર્સને રાહત પર ચર્ચા
આજે પણ બેઠકમાં તે સેક્ટર્સને રાહત આપવા પર ચર્ચા થઇ જેના પર કોરોનાનો સૌથી ખરાબ અસર થઇ છે, આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કેમ કે વિશ્વની તમામ એજન્સિઓએ અનુમાન લગાવ્યું છે કે લોકડાઉનનાં કારણે ભારતનનો વિકાસદર ત્રણ દશકમાં સૌથી નીચા સ્તર પર પહોંચી જશે.
IMFએ કહ્યું કે મોદી સરકારે અત્યાર સુધી અર્થતંત્રને બચાવવા માટે મોટા નિર્ણય લેવાની જરૂર છે, તેમાં મોડું થવાથી ખુબ જ મોટું નુકસાન થઇ શકે છે.
1.5- 2.8 ટકા રહી શકે છે વિકાસ દર- વર્લ્ડ બેંક
આ બેઠકમાં દેશનાં અર્થતંત્રની વર્તમાન સ્થિતિ અને લોકડાઉન બાદની પરિસ્થિતી પર સવિસ્તાર ચર્ચા થઇ, આ વર્ષનાં વિકાસ દરની વાત કરીએ તો વર્લ્ડ બેંકનાં જણાવ્યા મુજબ તે 1.5 ટકાથી 2.8 ટકાની વચ્ચે રહી શકે છે, IMFએ કહ્યું છે કે આ વર્ષનો વિકાસ દર 1.9 ટકા રહી શકે છે.