Get The App

એવી સ્થિતિ ના સર્જો કે મિલિટરી બોલાવવી પડે, પથ્થરો ફેંકનારા પર ભડક્યો સલમાન

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
એવી સ્થિતિ ના સર્જો કે મિલિટરી બોલાવવી પડે, પથ્થરો ફેંકનારા પર ભડક્યો સલમાન 1 - image

મુંબઇ, તા.16 એપ્રિલ 2020, ગુરૂવાર

બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાને કોરોના સામેની લડાઈમાં ફરી એક વખત વિડિયો મેસેજ મુક્યો છે.

સોશ્યલ મીડિયા પર મુકેલા મેસેજમાં સલમાનખાન કહે છે કે, હવે તો રિયલ લાઈફનુ બિગ બોસ શરુ થઈ ગયુ છે. શરુઆતમાં તો કોરોના આપણા દેશમાં નોર્મલ ફ્લુની બીમારી જેવો લાગતો હતો પણ લોકડાઉન બાદ સ્થિતિ ગંભીર બની છે.

એવી સ્થિતિ ના સર્જો કે મિલિટરી બોલાવવી પડે, પથ્થરો ફેંકનારા પર ભડક્યો સલમાન 2 - imageસલમાન કહે છે કે, મારા ફાર્મ પર ના તો કોઈ આવી શકે છે અને ના તો કોઈ બહાર જઈ શકે છે. એક વખત મેં મારા મિત્રને બહાર શાક લેવા મોકલ્યો તો પોલીસે તેને રોકી લીધો હતો કારણકે તેણે માસ્ક ઉતારીને પોલીસ સાથે વાત કરી હતી.આ તેની ભૂલ હતી. જે સાવધાની નહી રાખે તેને કોરોના થશે. તેના પરિવારમાં તે ફેલાવશે અને એ પછી તે મહોલ્લામાં અને પછી આખા દેશમાં ફેલાશે. નમાઝ અને પૂજા ઘરે જ કરો.ભગવાન આપણી અંદર જ છે. જો પરિવાર સાથે અલ્લાહ અને ભગવાનના ઘરે જવુ હોય તો જ ઘરની બહાર નીકળજો.

એવી સ્થિતિ ના સર્જો કે મિલિટરી બોલાવવી પડે, પથ્થરો ફેંકનારા પર ભડક્યો સલમાન 3 - imageલોકડાઉનના નિયમોનુ પાલન નહી કરનારાને ઝાટકતા સલમાને કહ્યુ હતુ કે, પોલીસ કર્મીઓ, બેન્ક કર્મીઓ, ડોક્ટર આપણા માટે 18 કલાક કામ કરી રહ્યા છે. જે સ્વાસ્થ્ય કર્મીઓ તમારુ ચેક અપ કરવા માટે આવે છે તેના પર તમે પથ્થરો વરસાવો છો. કેટલાક લોકોને એવુ લાગે છે કે તેમને કોરોના નહી થાય. આવા લોકો જોકર છે. એવી સ્થિતિ ના આવે કે તમને સમજાવવા માટે મિલટરી બોલાવવી પડે.


Tags :