અમદાવાદ: સરખેજમાં એક્ટિવા પર દારૂનો જથ્થો લઈ જતો યુવક ઝડપાયો
અમદાવાદ, તા. 16 એપ્રિલ 2020 ગુરૂવાર
સરખેજમાં બસ સ્ટેન્ડ નજીક વોડાફોન ટાવર નજીકથી દારૂનો જથ્થો લઇ રહેલા યુવકને સ્થાનિક લોકોએ અટકાવતા યુવક એક્ટિવા મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ અંગે પોલીસને જાણ કરાતા સરખેજ પોલીસે વ્યક્તિઓને દારૂનો જથ્થો જપ્ત કરી આ યુવકને ઝડપી લીધો હતો. લોક ડાઉન દરમ્યાન જાહેરનામાનો ભંગ કરી દેશી દારૂની હેરાફેરી કરી રહેલા યુવકની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસથી આ યુવક દરરોજ દારૂની હેરાફેરી કરતો હતો.