તબલિગી જમાતનાં મૌલાના સાદ વિરૂધ્ધ ઇડીએ નોંધ્યો મની લોન્ડ્રીંગ કેસ
નવી દિલ્હી, 16 એપ્રિલ 2020 ગુરૂવાર
EDએ તબલિગી જમાતનાં વડા મૌલાના સાદ વિરૂધ્ધ ગુરૂવારે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIRનાં આધારે મની લોન્ડ્રીંગનાં કેસ નોંધવામાં આવ્યો છે.
દિલ્હીનાં નિઝામુદ્દીનની તબલિગી જમાતનાં મરકઝમાં માર્ચનાં મધ્યમાં એક મોટું ધાર્મિક આયોજન થયું હતું, ત્યાર બાદ કોરોના રોગચાળાનું સૌથી મોટું હોટસ્પોટ બન્યું.
સમાચાર એજન્સી ANIનાં જણાવ્યા પ્રમાણે મૌલાના સાદ સહિત 9 લોકો ઇડીનાં રડાર પર છે, ઇડી મૌલાના સાદનાં ટ્રસ્ટ અને આ ટ્રસ્ટ પણ લેણ-દેણની પણ તપાસ કરશે.
આ પહેલા દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચનાં નિઝામુદ્દીનનાં તબલિગી જમાતનાં મરકઝથી દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ રોગચાળાનાં પગલે મૌલાના સાદનાં વિરૂધ્ધ ગેરઇરાદાપુર્વકની હત્યાનો કેસ પણ નોંધ્યો છે.
દિલ્હી પોલીસ દ્વારા મૌલાના સાદ સહિત 17 લોકોને તપાસમાં જોડાવાની નોટીસ જારી કરાઇ પરંતું તેમાંથી 11 લોકો ખુદને ક્વોરન્ટાઇન હોવાનું જણાવીને પોલીસ સામે આવવાથી બચી રહ્યા છે, મૌલાના સાદ ખુદ પણ ક્વોરન્ટાઇન છે.
નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇની ફરીયાદ પર 31 માર્ચએ ક્રાઇમ બ્રાંચ થાણામાં મૌલાના વિરૂધ્ધ FIR નોંધી છે, પોલીસે કહ્યું કે શરૂઆતમાં કાર્યક્રમનાં આયોજનને લઇને તેમના વિરૂધ્ધ કેસ દાખલ કરાયો હતો.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે તબલિગી જમાત કાર્યક્રમમાં સામેલ ઘણા લોકોનું કોરોના વાયરસનાં કારણે મોત થયા બાદ તેમના વિરૂધ્ધની FIRમાં આઇપીસીની કલમ 304 પણ સામેલ કરાઇ છે, આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેટલાક વિદેશીઓ વિરૂધ્ધ પણ નિયમોનાં ઉલ્લંઘન માટે કેસ નોંધવામાં આવ્યા છે.