પિઝા ડિલવરી બોય કોરોના પોઝિટિવ, ડિલિવરી લેનાર 72 પરિવારો ક્વોરેન્ટાઈન
નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2020, ગુરૂવાર
દેશની રાજધાની દિલ્હીની એક ચોંકાવનારી ઘટનામાં એક પિઝા ડિલિવરી બોયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે હવે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓને અપાયેલી છુટ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ એવા 72 પરિવારોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જેમને આ વ્યક્તિએ ડિલિવરી કરી હતી.તેની સાથે જ એ દુકાન પણ બંધ કરાઈ છે જ્યાંથી તે ફૂડની ડિલિવરી કરતો હતો.દુકાનના લોકોને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે
દિલ્હીમાં ફૂડ ડિલિવરી માટે પાસ ઈસ્યુ કરાયા હતા.જેથી લોકોને ઘરે બેઠા જમવાનુ મળી શકે. જોકે એવી શરત પણ હતી કે, રેસ્ટરોન્ટો અને ડિલિવરી કરનાર તમામ પ્રકારના ધારાધોરણનુ પાલન કરશે.
જોકે હવે આ કિસ્સા બાદ સરકારની ઓનલાઈન ફૂડ ડિલિવરી માટે મંજૂરી આપવાની નીતિ અને ફૂડ સ્ટોર દ્વારા કોરોના સામેના નિયમોના પાલન પર શંકાઓ ઉભી થઈ છે.