"સુપર પાવર" અમેરિકામાં કોરોના વાયરસનું તાંડવ, 31 હજાર લોકોનું મોત, 6 લાખથી વધુ દર્દી
નવી દિલ્હી,16 એપ્રિલ 2020 ગુરૂવાર
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસથી અમેરિકામાં મરનારાની સંખ્યા ગુરૂવારે 31 હજારને પાર થઇ ગઇ છે, જ્યારે આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં 6 લાખથી વધુ છે, કોરોના વાયરસથી પ્રભાવિતોનાં આંક પર નજર રાખનારી સંસ્થા જોન્સ હોપકિન્સે આ ડેટા રજુ કર્યો છે.
આ સમયે દુનિયાભરમાં કોવિડ-19થી સૌથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં અત્યાર સુધી સંક્રમણનાં 6,40,014 કેસ નોંધાયા છે, અને મૃત્યુઆંક 31,002 પર પહોંચી ગયો છે.
આ દેશમાં ઓછામાં ઓછા 52,772 સાજા પણ થઇ ચુક્યા છે. એ જ પ્રકારે દુનિયાભરમાં સત્તાવાર સ્રોતો દ્વારા એએફપીએ સંકલિત કરેલા આંકડા અનુસાર કોરોના વાયરસથી ગુરૂવાર સુધી
1,39,419 લોકોનાં મોત થઇ ચુક્યા છે, ચીનમાં ડિસેમ્બરમાં સૌથી પહેલી વખત કોરોના વાયરસ રોગચાળાનો કેસ નોંધાયા બાદથી 193 દેશોમાં અત્યાર સુધીમાં અત્યાર સુધી સંક્રમણનાં 20,88,400થી વધું કેસની પુષ્ટી થઇ છે. તેમાંથી ઓછામાં ઓછામાં 5,28,300 રોગી અત્યાર સુધી સાજા થઇ ચુક્યા છે.