Get The App

લોકડાઉન એ ફક્ત પોઝ બટન, મોદી સરકાર જીતનો આનંદ ના લે

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉન એ ફક્ત પોઝ બટન, મોદી સરકાર જીતનો આનંદ ના લે 1 - image

નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને કેટલાક સૂચનો કર્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, બે સ્તરે કામ કરવાની જરુર છે. એક તો ઈકોનોમી અને બીજુ મેડિકલ સુવિધાઓ.કોરના સામે અસલી લડાઈ રાજયોની સરકારો અને જિલ્લા સ્તરે લડાઈ રહી છે ત્યારે કેન્દ્રે રાજ્યોને મદદ કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. સરકારે મારા મત વિસ્તાર વાયનાડ(કેરાલા રાજ્યમાં રાહુલ ગાંધી જે મત વિસ્તારના સાંસદ છે)નુ મોડેલ અપનાવવુ જોઈએ. કેરાલામાં કોરોનાનો સામનો કરવા માટે જે રણનીતિ બનાવાઈ છે તેની અસર દેખાઈ રહી છે.

લોકડાઉન એ ફક્ત પોઝ બટન, મોદી સરકાર જીતનો આનંદ ના લે 2 - imageરાહુલ ગાંધીના મતે અર્થવ્યવસ્થા માટે પણ કરામ કરવાની જરુર છે. ગરીબો માટે અનાજ સંકટ ઉભુ ના થાય તે જોવુ પડશે. બેકારી વધશે તેનો ઉકેલ લાવો પડશે. તેમજ લઘુ તથા સૂક્ષ્મ લઘુ ઉદ્યોગો માટે સરકારે પેકેજની જાહેરાત કરવી જોઈએ.

લોકડાઉન એ ફક્ત પોઝ બટન, મોદી સરકાર જીતનો આનંદ ના લે 3 - imageતેમણે કહ્યુ હતુ કે, લોકડાઉનના કારણે કોરોના ખતમ નથી થયો પણ તેનો પ્રસાર રોકાયો છે.જેવુ લોકડાઉન હટશે કે કોરોનાના કેસ વધશે. આ સંજોગોમાં મેડિકલ સુવિધાઓ પહેલેથી જ વધારવી જોઈએ.જેથી કોરોના સામે લડાઈ લડી શકાય. જે લોકોને પૈસાની જરુર છે તેમને આર્થિક મદદ પહોંચી નથી રહી. લોકો પાસે રેશન કાર્ડ પણ નથી. તેમને કાર્ડ વગર અનાજ મળવુ જોઈએ. દરેક ગરીબ પરિવારને દર સપ્તાહે 10 કિલો ઘઉં કે ચોખા, એક કિલો ખાંડ અને દાળ મળવી જોઈએ.


Tags :