Get The App

લોકડાઉનના લીધે પિયરથી પત્ની પાછી ના ફરી શકી, પતિએ કરી લીધા બીજા લગ્ન

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનના લીધે પિયરથી પત્ની પાછી ના ફરી શકી, પતિએ કરી લીધા બીજા લગ્ન 1 - image

ભરતપુરા, તા.16 એપ્રિલ 2020, ગુરૂવાર

લોકડાઉનના કારણે કરોડો પરિવારો ઘરમાં ફસાયેલા છે. લોકોને પરિવારના સભ્યો સાથે સમય વીતાવવાનો પૂરો સમય પણ મળી રહ્યો છે. તો કેટલાક મામલામાં લોકડાઉન લાગુ થવાના કારણે અન્ય જગ્યાએ ફસાઈ ગયેલા પરિવારનો સભ્યો વિખૂટા પણ પડ્યા છે.

બિહારમાં જોકે લોકડાઉન વચ્ચે ભરતપુરા નામના શહેરના રહેવાસીએ ચોંકી જવાય તેવુ કારનામુ કર્યુ છે. ધીરજ કુમાર નામના આ વ્યક્તિની પત્ની લોકડાઉન લાગુ થયુ તે પહેલા પિયર ગઈ હતી. એ પછી લોકડાઉન લાગ નહી થતા તે ભરતપુરા પાછી ફરી શકી નહોતી.

લોકડાઉનના લીધે પિયરથી પત્ની પાછી ના ફરી શકી, પતિએ કરી લીધા બીજા લગ્ન 2 - imageપતિદેવે પત્નીને પાછી બોલાવી હતી પણ લોકડાઉનના કારણે પત્નીના ઘરે પાછા ફરવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જેનો લાભ ઉઠાવીને ધીરજ કુમારે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. આ વાતની જાણ થતા ધીરજકુમારની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે.

પોલીસે ધીરજકુમારને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને હાલમાં તો તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


Tags :