Get The App

રાજ્યમાં કોરોનાના નવા 105 પોઝિટિવ કેસ, આંકડો 871એ પહોંચ્યો

- અમદાવાદ શહેરમા વધુ 42 પોઝિટિવ કેસ, 1નું મોત

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
રાજ્યમાં કોરોનાના નવા 105 પોઝિટિવ કેસ, આંકડો 871એ પહોંચ્યો 1 - image

ગાંધીનગર, તા. 16 એપ્રિલ 2020 ગુરૂવાર

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતો જઈ રહ્યો છે. આજે 10 વાગ્યા સુધી કોરોનાના કુલ 105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 871 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે.

બુધવાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 766 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોનાને કારણે કુલ 33 લોકોનાં મોત નીપજ્યા છે. 15 એપ્રિલ સુધી ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ 766 કેસ નોંધાયા છે. જેમાં છ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 663 લોકો સ્ટેબલ છે. 

બુધવાર સાંજ સુધી ગુજરાતમાં કોરોના વાઈરસને પગલે 33 લોકોનાં મોત થયા છે. 64 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે, જેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બુધવારે રાજ્યમાં કોરોના વાઈરસના સૌથી વધારે 450 કેસ પોઝિટિવ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા.

રાજ્યમાં કોરોનાના નવા 105 પોઝિટિવ કેસ, આંકડો 871એ પહોંચ્યો 2 - image

અમદાવાદ શહેરમાં વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા, SVP હોસ્પિટલમાં એકનું મોત નીપજ્યુ છે. કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાતા ગુલબાઇ ટેકરા વિસ્તાર કલસ્ટર કવોરનટાઇન કરાયો છે.  સુરતમાં 35 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યારસુધી 20204 ટેસ્ટ થયા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. 

રાજ્યમાં કોરોનાના નવા 105 પોઝિટિવ કેસ, આંકડો 871એ પહોંચ્યો 3 - imageઆણંદના ખંભાતમાં એક જ પરિવારના 5 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે કે બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ ગામે કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તમામ દર્દીઓને પાલનપુર જગાણાના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તંત્રએ હવે તેમના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે.

રાજ્યમાં કોરોનાના નવા 105 પોઝિટિવ કેસ, આંકડો 871એ પહોંચ્યો 4 - imageબનાસકાંઠાના પાલનપુરના ગઠામણ ગામે વધુ 4 પોઝિટીવ કેસ સામે આવ્યા છે.ગઠામણના 55 વર્ષીય વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. હવે તેમની પત્ની અને તેમના 2 બાળકોનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જિલ્લામાં એક સાથે 4 પોઝિટીવ કેસ સામે આવતા વહિવટી તંત્રની ઉંધ હરામ થઈ ગઈ છે.

રાજ્યમાં કોરોનાના નવા 105 પોઝિટિવ કેસ, આંકડો 871એ પહોંચ્યો 5 - image

કોરોના પોઝિટીવ દર્દીઓની સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. તમામ દર્દીઓને પાલનપુર જગાણાના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. 3 વ્યક્તિઓ દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. જેથી તેમના સેમ્પલ લેવામાં આવશે અને તેમને ક્વોરન્ટીન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 47 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 43 સેમ્પલ નેગેટિવ આવ્યા. જ્યારે 4 સેમ્પલ પોઝિટીવ આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના નવા 105 પોઝિટિવ કેસ, આંકડો 871એ પહોંચ્યો 6 - image


Tags :