For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 13 of lockdown: વિશ્વમાં કોરોના વાયરસના 12.82 લાખ દર્દીઓમાં ચોથા ભાગના અમેરિકામાં

Updated: Apr 6th, 2020

Day 13 of lockdown: વિશ્વમાં કોરોના વાયરસના 12.82 લાખ દર્દીઓમાં ચોથા ભાગના અમેરિકામાંઅમદાવાદ, તા. 6 એપ્રિલ 2020, સોમવાર

Coronavirus: ચીને કોરોના વાયરસ સામે લડવા ભારતને 1.70 લાખ PPE સુરક્ષા સૂટ આપ્યા
દેશમાં કોરોના (Coronavirus)સંક્રમણથી નિપટવા માટે સરકારી સ્તર પર બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે. ડોક્ટર અને અન્ય સ્વાસ્થકર્મીઓને આવશ્યક સંશાધન પણ આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ચીને (China) ભારતને લગભગ 1.70 લાખ પર્સનલ પ્રોટેક્શન એક્વિપમેન્ટના (PPE) સુરક્ષા સૂટ (PPE Suit)આપ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ભારતને બધા સૂટ સોમવારે મળી ગયા છે. Read More...


કોરોના સામે લડવા રાજ્યના તમામ ધારાસભ્યોના પગારમાં પણ કાપ મુકાયો
મહામારી કોરોના સામે લડવાના ખર્ચના સંદર્ભમાં રાજય સરકારે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે અને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. Read More...


COVID-19: શું 14 એપ્રિલ બાદ પણ રહેશે લોક ડાઉન? રાજ્યોની આ છે તૈયારી
COVID-19 મહામારીનો ભરડો ભારતને પણ જકડી રહ્યો છે. સોમવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના 4,200થી વધારે મામલાઓ સામે આવ્યા છે. આ ખતરનાક વાયરસ 100થી વધારે લોકોનો જીવ લઈ ચૂક્યો છે. વાયરસનું સંક્રમણ વધતું અટકાવવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. Read More...


શહેરમાં કોરોનાના કેસ હજુ વધી શકે છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે ચિંતા વ્યક્ત કરી
રાજ્યભરમાં અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોનાના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનના ચુસ્ત પાલન પર ખાસ ભાર મુક્યો છે. તેમણે કહ્યુ છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 11 પોઝીટીવ કેસ નોંધાયા છે અને આ તમામ કેસ મહાપાલિકાએ શોધ્યા છે. Read More...


અમદાવાદમાં કોરોનાના 11 નવા પોઝિટિવ કેસ, કુલ 64 થયા
અમદાવાદમાં આજે 11 કેસ નોંધાયા છે. 11 કેસ પૈકી એક હિન્દુ છે બાકીના 10 લઘુમતી સમાજના છે. આ 10 પૈકી 6 લોકો રાજસ્થાનના ઝુનઝુનવામાંથી આવ્યા છે. નવ લોકો તબલીગી જમાત સાથે સંબંધ ધરાવે છે.  3 લોકો દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 1 વ્યક્તિ એવી જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ સંપર્ક દ્વારા તેનો કોરોના પોઝિટીવ આવ્યો છે. Read More...


COVID19: છેલ્લા 24 કલાકમાં દેશમાં 28નાં મોત, 704 નવા કેસ, 4281 પોઝિટિવ કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 4281 પહોંચી ગઇ છે, જ્યારે 703 કેસ બહાર આવ્યા છે, અત્યાર સુંધીમાં 291 લોકો સાજા થઇ ચુક્યા છે, અત્યાર સુંધીમાં 111 લોકોનાં મોત થયા છે. Read More...


Coronavirus: વિશ્વમાં 70 હજાર લોકોનાં મોત, યુરોપમાં જ 50 હજારનો જીવ ગયો
કોરોના મહામારીએ આખી દુનિયાને તેના ઝપેટામાં લીધી છે. જેના કારણે અત્યાર સુધી 70 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આ આંકડા પૈકી માત્ર યુરોપમાં જ 50 હજારથી વધુ મોત થઇ હોવાનું સામે આવ્યુ છે. આ માહિતી એએએફપી દ્વારા પૂરી પાડવામાં આવી છે. Read More...


યોગી સરકારની સ્પષ્ટતા, જરૂરી નથી કે 14 તારીખે લોકડાઉન પૂર્ણ થાય
દેશમાં કોરોના વાઈરસના કેસોમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે તેવામાં સવાલ ઊભો થાય છે કે શું 14 એપ્રીલ બાદ પણ લોકડાઉન યથાવત રહેશે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે સ્પષ્ટતા કરી છે કે, જરૂરી નથી કે 14 એપ્રીલે લોકડાઉન પૂર્ણ થાય લોકોએ તે માટે લાંબી રાહ પણ જોવી પડી શકે છે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ આ જાણકાી આપી છે. Read More...


વિશ્વમાં કોરોના વાયરસના 12.82 લાખ દર્દીઓમાં ચોથા ભાગના અમેરિકામાં
જાન્યુઆરી મહિનાની શરુઆતમાં ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસે હવે દુનિયા આખીને ભરડો લીધો છે. વિશ્વમાં કોરોના વાયરસના સંક્મણનો આંકડો 13 લાખની નજીક પહોંચી ગયો છે. અમેરિકામાં સૌથી 3.37 લાખ લોકોને કોરોનાનું સંક્રમણ અને 9 હજારથી વધુ લોકોના મોત થયા છે જયારે અમેરિકાની કુલ વસ્તી 33 કરોડ જેટલી છે તે જોતા વાયરસ સંક્રમણનો આંકડો ચીન કરતા ખૂબ વધારે છે. Read More...


Coronavirus: દેશમાં 2.7 કરોડ N95 માસ્ક, 50 હજાર વેન્ટીલેટર, 16 લાખ ટેસ્ટીંગ કિટની જરૂર
દેશમાં કોરોનાનો ચેપ ઝડપથી વધી રહ્યો અને દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા કેન્દ્ર સરકારે આગામી બે મહિનામાં કઈ વસ્તુની કેટલી જરૂર પડશે તેનો અંદાજ લગાવ્યો છે. જે પ્રમાણે ભારતને આગામી બે મહિનામાં 2.7 કરોડ એન 95 માસ્ક, 50000 વેન્ટિલેટર, 16 લાખ ટેસ્ટિંગ કિટ અને 1.5 કરોડ પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટની જરૂર પડવાની છે. Read More...


લોકડાઉનને પગલે મોકૂફ રહેલી JEE અને NEET પરીક્ષાના ફોર્મ માં વિદ્યાર્થીઓ સુધારો કરી શકશે
ઇજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષા મને મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા લોકડાઉનને પગલે મોકૂફ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની સૂચનાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મમાં સુધારો કરવા માટેની અંતિમ તક આપવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ વિદ્યાર્થીઓ 14 એપ્રિલના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મમાં સુધારો કરી શકશે.  Read More...


સુરતમાં કોરોનામા વધુ બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 16 પર પહોંચ્યો
સુરતમાં નો ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા રાંદેરનો આધેડ અને રાંદેરની મહિલાના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.આ સાથે શંકાસ્પદ કોનામાં નવા 5 વ્યક્તિઓ સપડાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યારે આઠ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. Read More...


ભારતને બે મહિનામાં જરૂર પડશે 50000 વેન્ટિલેટર, 2.16 કરોડ એન-95 માસ્કની
જે રીતે દેશમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો અને દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા કેન્દ્ર સરકારે આગામી બે મહિનામાં કઈ વસ્તુની કેટલી જરુર પડશે તેનો અંદાજ લગાવ્યો છે. જે પ્રમાણે ભારતને આગામી બે મહિનામાં 2.7 કરોડ એન 95 માસ્ક, 50000 વેન્ટિલેટર, 16 લાખ ટેસ્ટિંગ કિટ અને 1.5 કરોડ પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટની જરુર પડવાની છે. Read More...


કોરોના પોઝિટિવ આતંકીઓને કાશ્મીરમાં ઘૂસાડવાની ફીરાકમાં છે પાકિસ્તાન
કોરોનાની મહામારીનો ઉપયોગ પણ પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા કરવા માંગે છે. પાકિસ્તાની આ મેલી મુરાદનો પર્દાફાશ સેનાએ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં તૈનાત પાકિસ્તાની સેનાના સૈનિકોમાં કોરોના ફેલાયો છે. 41 પાક સૈનિકો તેનાથી પ્રભાવિત છે.  Read More...


આઝાદી પછી ઈકોનોમી માટે સૌથી મોટી ઈમરજન્સી, સરકાર વિપક્ષની મદદ લેઃ રાજન
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોનના કારણે દેશની ઈકોનોમી આઝાદી બાદના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. રાજને કહ્યુ હતુ કે, ઈકોનોમી માટે આઝાદી પછીની આ સૌથી મોટી ઈમરજન્સી છે. Read More...


તબલિગીઓએ કરી હતી આ પાંચ ટ્રેનોમાં મુસાફરી, સેંકડો રાજ્યોની સરકારોમાં હડકંપ
તબલિગી જમાતના લોકો દિલ્હીના મરકઝમાં હાજરી આપ્યા બાદ અલગ-અલગ પાંચ ટ્રેનો થકી દેશના અલગ અલગ વિસ્તારોમાં ગયા હોવાનુ બહાર આવ્યા બાદ હવે સેંકડો રાજ્યોની સરકાર ઉપર નીચે ગઈ છે. Read More...


કોરોનાઃ અમેરિકા માટે આગામી સપ્તાહ 9/11 જેવુ સાબિત થશે
અમરેકા હવે કોરોના વાયરસનો નવો ગઢ બની ચુક્યુ છે. અમેરિકામાં રોજે રોજ લોકોના મોતનો સીલસીલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. આ સંજોગોમાં અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સે આગાઈ કરતા કહ્યુ હતુ કે, આગામી સપ્તાહ અમેરિકા માટે 9/11 અને પર્લ હાર્બર જેવુ સાબિત થશે.  Read More...


લોકડાઉનના પગલે કંપનીઓમાં 52 ટકા લોકો નોકરીઓ ગુમાવશેઃ CII
કોરોનાના કારણે આખા દેશને લોકડાઉન કરવાની સરકારને ફરજ પડી છે. જોકે તેની ઈકોનોમી પર પડનારી અસરને લઈને દેશના ઈન્ડસ્ટ્રિયલ સંગઠન સીઆઈઆઈ( કોન્ફિડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિઝ)દ્વારા અત્યંત ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. Read More...


અમેરિકાઃ ઝૂમાં પહોંચ્યો કોરોના, વાઘ કોરોના પોઝિટિવ, દુનિયાનો પહેલો કેસ
અમેરિકામાં કોરોના વાયરસનુ એપી સેન્ટર બનેલા ન્યૂયોર્કમાં રોજે રોજ હજારો લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવી રહયો છે. માણસોમાં પ્રસરેલો કોરોના હવે ન્યૂયોર્કના ઝૂમાં પહોંચ્યો છે. જ્યાં હવે એક વાઘ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. ઝૂના એક કર્મચારી થકી વાઘમાં પણ કોરોના વાયરસ પહોંચ્યો છે.કોઈ વાઘ કોરોના પોઝિટિવ થયો હોય તેવો દુનિયાનો આ પહેલો કિસ્સો છે. Read More...


બોલીવૂડ સિંગર કનિકા આખરે કોરોનાના ભરડામાંથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ
બોલીવૂડ સિંગર કનિકા કપૂર આખરે કોરોના વાચરસથી મુક્ત થઈ ગઈ છે. કનિકા કપૂરનો છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કનિકા કપૂરનો પાંચમો ટેસ્ટ પણ આ પહેલા નેગેટિવ આવ્યો હતો. Read More...


રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત આ સમસ્યાઓને દૂર કરે છે દ્રાક્ષ
કોરોના વાયરસના જોખમ વચ્ચે દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે રસ્તાઓ શોધી રહ્યા છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો પોતાની ડાયટમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવાનું કહે છે.  આ વસ્તુઓથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. Read More...


દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 500ને પાર, 1800ના રિપોર્ટ આવવાના બાકી
દિલ્હીમાં કોરોનાનું સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી કોરોનાની ચપેટમાં 500થી વધારે લોકો આવી ચૂક્યા છે પરંતુ 1800 લોકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 58 કેસ સામે આવ્યા છે. જેમાં 19નું કનેક્શન તબલીગી જમાતના મરકઝ સાથે છે. Read More...


Coronavirus tips: શું મચ્છરના ડંખથી પણ ફેલાઇ શકે છે કોરોનાનો ચેપ!
કોરોના વાઇરસે સમગ્ર દુનિયાને પોતાની ચપેટમાં લઇ લીધી છે. ભારતમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહીં છે. લોકોના મનમાં રોજ નવા સવાલ ઉઠી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર કેટલીય અફવાહ અને ગેરમાર્ગે દોરી જનારી માહિતી પ્રકાશિત થતી રહેતી હોય છે. આ અફાવાહો અને ગેરસમજને દુર કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પોતાના પ્રયત્ન તેજ કરી નાખ્યાં છે. Read More...


લક્ષણો દેખાવાનું બંધ થયાના અઠવાડિયા બાદ પણ થઈ શકો છો કોરોનાથી સંક્રમિતઃ રિસર્ચ
કોરોના વાઇરસને લઇને વૈજ્ઞાનિક અને સંશોધકો સતત સંશોધન કરતા રહે છે. તેના લક્ષણોથી લઇને સારવારમાં થઇ રહેલા સંશોધનમાં દરરોજ નવી નવી માહિતી સામે આવતી રહે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના લક્ષણ દેખાવાનનું બંધ થયાના અઠવાડિયા બાદ પણ દર્દી કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. ચીનના પીએલએ જનરલ હોસ્પિટલ અને યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનની સંયુક્ત રિસર્ચમાં આ વાત સામે આવી છે. Read More...


Coronavirus: અમેરિકામાં એક જ દિવસમાં 1497 દર્દીના મોત થતા હાહાકાર, મૃત્યુંઆક 9 હજારને પાર
દુનિયાભરમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોતના આંકડા નોંધાવનારા અમેરિકામાં મોતના આંકડા સતત બીજા દિવસે આગળ નીકળી ગયા છે. અમેરિકામાં શનિવારે 1,497 લોકોના મોત થઈ ગયા. Read More...


ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630, અમેરિકામાં કુલ 9,154નાં મોત

કોરોના વાઈરસ સમગ્ર વિશ્વના 190થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે ત્યારે રવિવારે વિશ્વમાં કોરોનાથી 67,856 લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ કેસની સંખ્યા 12,44,000ને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ 15,887નાં મોત ઈટાલીમાં થયા છે. ત્યાર બાદ સ્પેનમાં 12,418 અને અમેરિકામાં 9,154 લોકોનાં મોત થયા છે. જોકે, ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં મોતની સંખ્યા અને નવા કેસોની સંખ્યામાં એકંદરે ઘટાડો જોવા મળ્યો છે. ઈટાલીમાં રવિવારે 4,316 નવા કેસ નોંધાયા હતા. Read More...

Gujarat