લક્ષણો દેખાવાનું બંધ થયાના અઠવાડિયા બાદ પણ થઈ શકો છો કોરોનાથી સંક્રમિતઃ રિસર્ચ
- કોરોનાના દર્દીનો આઇસોલેશન પીરિયડ 14 દિવસથી વધારવાની જરૂર
અમદાવાદ, તા. 6 એપ્રિલ 2020, સોમવાર
કોરોના વાઇરસને લઇને વૈજ્ઞાનિક અને સંશોધકો સતત સંશોધન કરતા રહે છે. તેના લક્ષણોથી લઇને સારવારમાં થઇ રહેલા સંશોધનમાં દરરોજ નવી નવી માહિતી સામે આવતી રહે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના લક્ષણ દેખાવાનનું બંધ થયાના અઠવાડિયા બાદ પણ દર્દી કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. ચીનના પીએલએ જનરલ હોસ્પિટલ અને યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનની સંયુક્ત રિસર્ચમાં આ વાત સામે આવી છે.
સંશોધકો અનુસાર રિસર્ચ દરમિયાન ચીનમાં કોરોના સંક્રમિત 16 દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તેમાંથી અડધા ઉપરના દર્દીઓમાં લક્ષણો દેખાવાનું બંધ થયાના આઠ દિવસ સુધી તેમના શરીરમાં કોરોનાના નિશાન હતા. આ અભ્યાસ ચીનના જે દર્દીના સેમ્પલ તરીકે રાખવામાં આવ્યાં હતા તેઓ 28 જાન્યુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં ભરતી હતા.
યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ઇન્સ્ટ્રક્ચર ડો.લોકેશ શર્મા અનુસારા કોરના સંક્રમિત 16માંથી આઠ દર્દીમાં લક્ષણો જોવાનું બંધ થયા બાદ પણ તેમના શરીરમાં વાઇરસના અંશો જોવા મળ્યાં હતા. એવી સ્થિતિમાં વાઇસનું સંક્રમણ વધારે ગંભીર નીવડી શકે છે. સામન્ય રીતે લક્ષણો જાવા મળ્યાના ત્રણથી ચાર દિવસ લાગે છે પરંતુ દર્દીમાં ઠેક આઠમાં દિવસે લક્ષણો જોવા મળ્યાં. અભ્યાસ દરમિયાન દર્દીના ગળાના સેમ્પલ લઇ નિયમિત રીતે તપાસ કરવામાં આવી હતી.
કન્ટ્રોલ એન્ડ ડિસીસ એન્ડ પ્રિવેન્સ કન્ટ્રોલ, અમેરિકા અનુસાર જે દર્દીને તાવ દવા વગર ઠીક થઇ ગયો, તેમના લક્ષણો જોવા મળ્યાના ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે આઇસોલેટ કરી દેવા જોઇએ. આ અભ્યાસમાં સંશોધકોએની સલાહ છે કે કોરોના દર્દી માટે આઇસોલેશન પીરિયડ 14 દિવસનો છે, જે વધારવાની જરુર છે. જેથી આવા દર્દી થકી બીજા લોકોમાં ચેપ ન ફેલાય.
સંશોધનકર્તા ડૉ. લીજિન શીનું સૂચન છે કોરોના સંક્રમિત લોકોએ પોતાને લાંબા સમય સુધી આઇસોલેટ કરવા જોઇએ. તેમનું સૂચન છે કે કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણ હોવાનો આભાસ થાય છે તો પોતાની જાતને સેલ્ફ ક્વોરન્ટાઇન કરી દેવા જોઇએ. બે અઠવાડિયા સુધી ક્વોરન્ટાઇનમાં રહ્યાં બાદ પણ લક્ષ્ણો સમજમાં ન આવે તો પણ ક્વોરન્ટાઇન ચાલું રાખવું જોઇએ કારણે કે કોરોના સંક્રમિત દર્દી ઠીક થયા બાદ પણ તેમને ચેપ લાગવાનો ભય રહે છે.