અમદાવાદમાં કોરોનાના 11 નવા પોઝિટિવ કેસ, કુલ 64 થયા
- ગુજરાતમાં કોરોનાના કુલ 144 કેસ પોઝીટીવ કેસ
- 11ના મોત, 21 લોકો સ્વસ્થ થયા
અમદાવાદ, તા. 6 એપ્રિલ 2020 સોમવાર
અમદાવાદમાં આજે 11 કેસ નોંધાયા છે. 11 કેસ પૈકી એક હિન્દુ છે બાકીના 10 લઘુમતી સમાજના છે. આ 10 પૈકી 6 લોકો રાજસ્થાનના ઝુનઝુનવામાંથી આવ્યા છે. નવ લોકો તબલીગી જમાત સાથે સંબંધ ધરાવે છે. 3 લોકો દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 1 વ્યક્તિ એવી જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ સંપર્ક દ્વારા તેનો કોરોના પોઝિટીવ આવ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ 64, રાજકોટ 10, વડોદરા 12, સુરત 17, ગાંધીનગર 13, ભાવનગર 13, કચ્છ 2, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલ 1, પાટણ 2, છોટા ઉદેપુર 1, જામનગર 1, મોરબી 1 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે.