આઝાદી પછી ઈકોનોમી માટે સૌથી મોટી ઈમરજન્સી, સરકાર વિપક્ષની મદદ લેઃ રાજન
નવી દિલ્હી, તા.6 એપ્રિલ 2020, સોમવાર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોનના કારણે દેશની ઈકોનોમી આઝાદી બાદના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.
રાજને કહ્યુ હતુ કે, ઈકોનોમી માટે આઝાદી પછીની આ સૌથી મોટી ઈમરજન્સી છે. 2008ની મંદી વખતે વૈશ્વિક સ્તરે માંગ ઓછી થઈ હતી પણ ભારતમાં લોકો કામ પર જતા હતા. કંપનીઓ મજબૂત સ્થિતિમાં હતી અને ભારતની નાણાકીય સ્થિતિ પણ બહેતર હતી. હવે જ્યારે આપણે કોરોના સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આમાંથી કોઈ પણ પાસુ સારી સ્થિતિમાં નથી.
તેમણે કહ્યુ હતુ કે, જો યોગ્ય રીતે કાયમ કરવામાં આવે તો ભારત પાસે ફરી બેઠા થવાની તાકાત છે.ભવિષ્ય માટે ભારત મજબૂત પાયો ણ નાંખી શકે છે. પછિ આ કામગીરી પીએમઓમાંથી જ થાય તો તેનાથી વધારે ફાયદો નહી થાય.
રાજને કહ્યુ હતુ કે, સરકારે એવા લોકોને બોલાવવા જોઈએ જેમની પાસે અનુભવ અને ક્ષમતા છે.ભારતમાં કેટલાય એવા લોકો છે જે સરકારને મદદ કરી શકે છે. સરકારે વિપક્ષ પાસેથી મદદ લેવી જોઈએ. જેની પાસે અગાઉના સંકટને પાડવાનો અનુભવ છે. લોકડાઉનના કારણે આપણને તૈયારી કરવાનો સારો સમય મળ્યો છે. પણ આપણે લાંબો સમય લોકડાઉન સહન નહી કરી શકીએ. સંક્રમણને રોકવાની સાથે સાથે આર્થિક ગતિવિધિઓ શરુ કરવી જ પડશે.