Get The App

coronavirus: વિશ્વમાં 70 હજાર લોકોનાં મોત, યુરોપમાં જ 50 હજારનો જીવ ગયો

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
coronavirus: વિશ્વમાં 70 હજાર લોકોનાં મોત, યુરોપમાં જ 50 હજારનો જીવ ગયો 1 - image

નવી દિલ્હી, 6 એપ્રિલ 2020 સોમવાર

કોરોના મહામારીએ આખી દુનિયાને તેના ઝપેટામાં લીધી છે. જેના કારણે અત્યાર સુધી 70 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આ આંકડા પૈકી માત્ર યુરોપમાં જ 50 હજારથી વધુ મોત થઇ હોવાનું સામે આવ્યુ છે. આ માહિતી એએએફપી દ્વારા પૂરી પાડવામાં આવી છે.

સત્તાવાર સરકારી આંકડાઓ અને વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા પ્રાપ્ય માહિતી મુજબ મહામારીને લીધે અત્યાર સુધી 70009 લોકો જીવ ગુમાવી બેઠા છે જેમાંથી યુરોપમાં મરનારા સંખ્યા 50215 છે. 

કોરોના વાયરસથી સૌથી વધારે મોત યુરોપના ઇટાલી દેશમાં થઇ છે. અહીં 15877 લોકો માર્યા ગયા છે. સ્પેનમાં 13055, અમેરિકામાં 9648 લોકો, ફ્રાન્સમાં8078 લોકોના મોત થયા છે. સમગ્ર યુરોપ ખંડનો કુલ મૃત્યુઆંક 50 હજારથી વધુ છે. જેમાં સૌથી વધારે મોત ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનમાં થઇ છે.

યુરોપમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 6,75, 580 છે અને પ્રતિ દિવસ કેસો વધી રહ્યા છે. સ્પેનમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાયો છે વિતેલા 24 કલાકમાં 637 નવા કેસો સામે આવ્યા છે. જે છેલ્લા 13 દિવસનો સૌથી ઓછો આંકડો છે. 

બીજી તરફ કોરોના પર કાબૂ મેળવી લીધો હોવાનો દાવો કરી રહેલા ચીનમાં કોરોના વાયરસના 39 નવા કેસ સામે આવ્યા છે. આ કેસો પૈકી 38 કેસ વિદેશી નાગરિકોના છે. મહાસત્તા અમેરિકામા પણ કોરોના મહામારીએ આતંક ફેલાવ્યો છે અને મૃત્યુઆંક વધીને 10 હજારની નજીક પહોંચી ચૂક્યો છે. 

Tags :