Get The App

ભારતને બે મહિનામાં જરૂર પડશે 50000 વેન્ટિલેટર, 2.16 કરોડ એન-95 માસ્કની

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
ભારતને બે મહિનામાં જરૂર પડશે 50000 વેન્ટિલેટર, 2.16 કરોડ એન-95 માસ્કની 1 - image

નવી દિલ્હી, તા.6 એપ્રિલ 2020, સોમવાર

જે રીતે દેશમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો અને દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા કેન્દ્ર સરકારે આગામી બે મહિનામાં કઈ વસ્તુની કેટલી જરુર પડશે તેનો અંદાજ લગાવ્યો છે.

જે પ્રમાણે ભારતને આગામી બે મહિનામાં 2.7 કરોડ એન 95 માસ્ક, 50000 વેન્ટિલેટર, 16 લાખ ટેસ્ટિંગ કિટ અને 1.5 કરોડ પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટની જરુર પડવાની છે.

સૂત્રોના કહેવા પ્રમાણે  સરકારના નીતિ આ.યોગ દ્વારા કેટલીક ઈન્ડસ્ટ્રિઝ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, ભારતને કઈ વસ્તુની કેટલી જરુર પડી શકે છે.

ભારતને બે મહિનામાં જરૂર પડશે 50000 વેન્ટિલેટર, 2.16 કરોડ એન-95 માસ્કની 2 - imageભારતને 50000 વેન્ટિલેટરની જરુર પડવાની છે.જેમાંથી 16000 હાલમાં ઉપલબ્ધ છે.બાકીના 34000 વેન્ટિલેટરનો ઓર્ડર અપાઈ ચુક્યો છે. ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેથી ખબર પડે કે, ઉદ્યોગો કયા પ્રોજેક્ટમાં કેટલુ રોકાણ કરે.

આ બેઠકમાં નીતિ આયોગના અધ્યક્ષ, સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સહિતના કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.



Tags :