Coronavirus: અમેરિકામાં એક જ દિવસમાં 1497 દર્દીના મોત થતા હાહાકાર, મૃત્યુંઆક 9 હજારને પાર
ન્યૂયોર્ક, 6 એપ્રિલ 2020 રવિવાર
દુનિયાભરમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોતના આંકડા નોંધાવનારા અમેરિકામાં મોતના આંકડા સતત બીજા દિવસે આગળ નીકળી ગયા છે. અમેરિકામાં શનિવારે 1,497 લોકોના મોત થઈ ગયા.
જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તે સાથે જ અહીં મૃતકોની સંખ્યા 8,500ને પાર કરી ગઈ છે. તેમાંથી અડધા મૃત્યુ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ન્યૂયોર્કમાં થઈ છે. જ્યાં કુલ આંકડા 9,132 પર પહોંચી ચૂક્યા છે.
અત્યાર સુધી અમેરિકામાં 3,12,223 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, જે સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે. ચિંતાની વાત એ છે કે હજુ આ આંકડો વધવાની આશંકા છે. એક્સપર્ટસે પહેલા જ ચેતવણી આપી ચૂક્યા છે કે દેશમાં કોરોનાના કારણે 1થી 2.4 લાખ મૃત્યુ થઈ શકે છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કાઓમોએ પણ આશંકા વ્યક્ત કરી છે કે તેમના રાજ્યમાં હજુ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
અમેરિકા ઉપરાંત કોરોના વાયરસનો સૌથી વધુ કહેર સ્પેન અને ઈટાલીમાં છે. સ્પેનમાં જ્યાં અમેરિકા પછી સૌથી વધુ 1,30,759 ઈન્ફેક્શનના મામલા છે, ત્યાં અહીં અત્યાર સુધીમાં 12,418 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ઈટાલીમાં 1,24,632 લોકો કોરોનાની ઝપેટમાં છે અને અત્યાર સુધીમાં સૌથી દુ 15,362 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો, દુનિયાભરમાં 12,35,295 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે અને 67,187 લોકોના મોત થઈ ચૂક્યા છે.