રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત આ સમસ્યાઓને દૂર કરે છે દ્રાક્ષ
નવી દિલ્હી, 6 એપ્રિલ 2020, સોમવાર
કોરોના વાયરસના જોખમ વચ્ચે દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે રસ્તાઓ શોધી રહ્યા છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો પોતાની ડાયટમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવાનું કહે છે. આ વસ્તુઓથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આ વસ્તુઓમાં સૌથી પહેલા નામ આવે છે દ્રાક્ષનું. દ્રાક્ષ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, તેમાં એંટીવાયરલ ગુણ હોય છે જેના કારણે શરીરની રક્ષા વિવિધ સંક્રમણથી થાય છે. તેમાં કેલેરી, ફાયબર અને વિટામીન સી, ઈ, મેગ્નેશિયમ અને સાઈટ્રિક એસિડ જેવા પોષક તત્વો હોય છે. જો કે દ્રાક્ષ અન્ય બીમારીઓમાં પણ લાભકારી સાબિત થાય છે.
માઈગ્રેન
માઈગ્રેનમાં માથાનો તીવ્ર દુખાવો વ્યક્તિએ સહન કરવો પડે છે. ક્યારેક આ દુખાવો 2થી 3 દિવસ પણ રહે છે. તેવામાં આ દુખાવાથી મુક્તિ માટે લોકોએ ડ્રિપ લેવી પડે છે. જો કે આવી સ્થિતિમાં દ્રાક્ષનું સેવન કરવું લાભકારી સાબિત થાય છે. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
આંખને સ્વસ્થ કરે છે
આંખને સ્વસ્થ કરવાનું કામ પણ દ્રાક્ષ કરે છે. તેમાં વિટામિન એ હોય છે તે આંખ માટે લાભકારી સાબિત થાય છે.
કિડનીના રોગ
કિડનીની સમસ્યામાં પણ દ્રાક્ષ ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી કિડનીનું કાર્ય સુચારી રીતે થાય છે. જો કે લોકોએ આલ્કોહોલ જેવા પદાર્થોના સેવનથી પણ બચવું જોઈએ.
બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે.
તાજેતરમાં થયેલા સ્ટડી અનુસાર દ્રાક્ષનું સેવન બ્રેસ્ટ કેન્સરમાં પણ ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી હૃદય સાથે જોડાયેલી તકલીફો દૂર થાય છે.