તબલિગીઓએ કરી હતી આ પાંચ ટ્રેનોમાં મુસાફરી, સેંકડો રાજ્યોની સરકારોમાં હડકંપ
નવી દિલ્હી, તા.6 એપ્રિલ 2020, સોમવાર
તબલિગી જમાતના લોકો દિલ્હીના મરકઝમાં હાજરી આપ્યા બાદ અલગ-અલગ પાંચ ટ્રેનો થકી દેશના અલગ અલગ વિસ્તારોમાં ગયા હોવાનુ બહાર આવ્યા બાદ હવે સેંકડો રાજ્યોની સરકાર ઉપર નીચે ગઈ છે.
આ ટ્રેનોમાં મુસાફરી કરનારા બીજા મુસાફરોની શોધખોળ કરવામાં આવી રહી છે.આ સીવાય જમાતના લોકો જે સ્થળો પર ગયા તેને હોટ સ્પોટ તરીકે ચિન્હિત કરવામાં આવી રહ્યા છે.
આ જમાતીઓ 13 થી 19 માર્ચ દરમિયાન અલગ અલગ પાંચ ટ્રેનોથી દેશના વિવિધ રાજ્યોમાં જવા રવાના થયા હતા.જેમાં આંધ્રપ્રદેશ જનારી દુરંતો, ચેન્નાઈ જનારી ગ્રાન્ડ ટ્રન્ક એક્સ્પરેસ, ચેન્નાઈ જનારી તામિલનાડુ એક્સપ્રેસ, નવી દિલ્હીથી રાંચી સુધીની રાજધાની એક્સપ્રેસ અને એપી સંપર્ક ક્રાંતી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
દિલ્હીથી રાંચી જનારા રાજધાની એક્સપ્રેસમાં મલેશિયાની એક મહિલા મુસાફરી કરી હતી. જેને કોરોના પોઝિટિવ છે. ટ્રેનમાં બેઠેલા બીજા 60 મુસાફરોની તપાસ થઈ રહી છે.
દિલ્હીથી મદ્રાસ પહોંચેલી તામિલનાડુ એક્સપ્રેસમાં તબલીગી જમાતના 110 લોકોએ મુસાફરી કરી હતી.તેમના મદ્રાસ પહોંચ્યા બાદ કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવ્યો છે.
18 માર્ચે ચેન્નાઈ રવાના થયેલી દુરંતો એક્સપ્રેસમાં પણ કોરોના પિડિત મુસાફરો હતા.કેટલાક વિજયવાડા ખાતે ઉતર્યા હતા. આ ટ્રેનના મુસાફરોની પણ શોધખોળ ચાલી રહી છે.
ગ્રાન્ટ ટ્રન્ક એક્સપ્રેસ દિલ્હીથી મથુરા, ધોલપુર, ઝાંસી, વિજયવાડા થઈને 20 માર્ચે ચેન્નાઈ પહોંચી હતી.
ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થઈ છે તે તમામ રાજ્યોની સરકાર હરકતમાં આવી ચુકી છે. તામિલનાડુમાં કોરોનાના 485 લોકો મળ્યા છે. તેલંગાણામાં પણ દર્દીઓની સંખ્યા વધી છે.