યોગી સરકારની સ્પષ્ટતા, જરૂરી નથી કે 14 તારીખે લોકડાઉન પૂર્ણ થાય
લખનૌ, તા. 06 એપ્રીલ 2020, સોમવાર
દેશમાં કોરોના વાઈરસના કેસોમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે તેવામાં સવાલ ઊભો થાય છે કે શું 14 એપ્રીલ બાદ પણ લોકડાઉન યથાવત રહેશે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે સ્પષ્ટતા કરી છે કે, જરૂરી નથી કે 14 એપ્રીલે લોકડાઉન પૂર્ણ થાય લોકોએ તે માટે લાંબી રાહ પણ જોવી પડી શકે છે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ આ જાણકાી આપી છે.
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે ખાસ કરીને તબલીગી જમાત સાથે સંબંધિત. હું માત્ર એટલું જ કહી શકું કે, આપણે શરૂઆતના તબક્કામાં છીએ અને તે કહેવું અશક્ય છે કે લોકડાઉન 14 એપ્રીલ બાદ ખુલશે કે નહી. અમે દરરોજ મોનિટરિંગ કરી રહ્યાં છીએ. કેટલાંક જિલ્લામાં 100% લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, આવનારા દિવસોમાં લોકોનું સમર્થન ખુબ મહત્વપૂર્ણ છે. અમે તે સુનિશ્ચિત કર્યાં બાદ જ લોકડાઉન ખોલીશું કે રાજ્ય કોરોના મુક્ત છે. જો એક પણ વ્યક્તિ સંક્રમિત છે તો તે ખુબ મુશ્કેલ હશે અને તે માટે લોકડાઉન પૂર્ણ થવાની સંભાવના ઓછી છે.