Get The App

દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 500ને પાર, 1800ના રિપોર્ટ આવવાના બાકી

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 500ને પાર, 1800ના રિપોર્ટ આવવાના બાકી 1 - image

નવી દિલ્હી, તા. 6 એપ્રિલ 2020 સોમવાર

દિલ્હીમાં કોરોનાનું સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી કોરોનાની ચપેટમાં 500થી વધારે લોકો આવી ચૂક્યા છે પરંતુ 1800 લોકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 58 કેસ સામે આવ્યા છે. જેમાં 19નું કનેક્શન તબલીગી જમાતના મરકઝ સાથે છે.

દિલ્હીમાં અત્યાર સુધી કોરોના દર્દીઓનો આંકડો 503 સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં 320 કેસ મરકઝ સાથે જોડાયેલા છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 7 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. હાલ આંકડા પરથી તો એ જ વર્તાઈ રહ્યુ છે કે મરકઝની બેદરકારી દિલ્હી પર ભારે પડી રહી છે. લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટસિંગ બાદ પણ કોરોનાના કેસ ઝડપથી વધવા ચિંતા જનક વાત છે. 

દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 500ને પાર, 1800ના રિપોર્ટ આવવાના બાકી 2 - image

1800 જમાતીઓના રિપોર્ટ આવવાના બાકી

નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકઝથી 1 એપ્રિલે લગભગ 2300 જમાતીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 500ને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 1800ને અલગ-અલગ જગ્યા પર ક્વોરન્ટાઈન કરાયા છે. આ 1800 કોરોના શંકાસ્પદના રિપોર્ટ આવવાના બાકી છે. જે બાદ દિલ્હીમાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી શકે છે.

Tags :