અમેરિકાઃ ઝૂમાં પહોંચ્યો કોરોના, વાઘ કોરોના પોઝિટિવ, દુનિયાનો પહેલો કેસ
ન્યૂયોર્ક, તા.6 એપ્રિલ 2020, સોમવાર
અમેરિકામાં કોરોના વાયરસનુ એપી સેન્ટર બનેલા ન્યૂયોર્કમાં રોજે રોજ હજારો લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવી રહયો છે.
માણસોમાં પ્રસરેલો કોરોના હવે ન્યૂયોર્કના ઝૂમાં પહોંચ્યો છે. જ્યાં હવે એક વાઘ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. ઝૂના એક કર્મચારી થકી વાઘમાં પણ કોરોના વાયરસ પહોંચ્યો છે.કોઈ વાઘ કોરોના પોઝિટિવ થયો હોય તેવો દુનિયાનો આ પહેલો કિસ્સો છે.
મળતી વિગતો પ્રમાણે બ્રોન્કસ ઝૂમાં વાઘનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં તે પોઝિટિવ હોવાનુ બહાર આવતા ઝૂના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા.માદા વાઘની ઉંમર ચાર વર્ષની છે.આમ તો 1 માર્ચથી ઝૂ સામાન્ય લોકો માટે પંદ કરી દેવાયુ છે.ઝૂમાં કુલ પાંચ વાઘ અને સિંહને શ્વાસ લેવાની તકલીફ હોવાનુ દેખાયા બાદ નમૂના લેવાયા હતા.