Get The App

વિશ્વમાં કોરોના વાયરસના ૧૨.૮૨ લાખ દર્દીઓમાં ચોથા ભાગના અમેરિકામાં

અમેરિકામાં ૩.૩૭ લાખ લોકોને કોરોના સંક્રમણ

અમેરિકામાં ૭ માર્ચના રોજ માત્ર ૪૩૫ લોકોને કોરોના હતો

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
વિશ્વમાં કોરોના વાયરસના ૧૨.૮૨ લાખ દર્દીઓમાં ચોથા ભાગના અમેરિકામાં 1 - image


ન્યૂયોર્ક, 6 એપ્રિલ, 2020, સોમવાર

જાન્યુઆરી મહિનાની શરુઆતમાં ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસે હવે દુનિયા આખીને ભરડો લીધો છે. વિશ્વમાં કોરોના વાયરસના સંક્મણનો આંકડો ૧૩ લાખની નજીક પહોંચી ગયો છે. અમેરિકામાં સૌથી ૩.૩૭ લાખ લોકોને કોરોનાનું સંક્રમણ અને  ૯ હજારથી વધુ લોકોના મોત થયા છે જયારે અમેરિકાની કુલ વસ્તી ૩૩ કરોડ જેટલી છે તે જોતા વાયરસ સંક્રમણનો આંકડો ચીન કરતા ખૂબ વધારે છે. ગત રવીવારે ૨૪ કલાકમાં ૧૪૦૦થી વધુ લોકોનો કોરાના વાયરસે ભોગ લીધો જે મહામારી દરમિયાન કોઇ પણ દેશમાં નોંધાયેલો એક દિવસનો સૌથી ઉંચો  મુત્યુઆંક હતો. કોરોના વાયરસ અમેરિકામાં આટલો હાહાકાર મચાવશે એ કોઇ જ  જાણતું ન હતું.

વિશ્વમાં કોરોના વાયરસના ૧૨.૮૨ લાખ દર્દીઓમાં ચોથા ભાગના અમેરિકામાં 2 - image

 ચીનમાં કોરોનાની મહામારી દેખાઇ ત્યારે અમેરિકામાં માત્ર 1 કેસ હતો પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસનો ગઢ બની ગયું છે. અતિ વિકસિત અને સુપર પાવર ગણાતો દેશ પણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકયો નથી. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 16 લાખથી વધુ લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ન્યૂયોર્ક રાજયમાં સંક્રમિત લોકોની સંખ્યા ૬૫ હજારને પાર કરી ગઇ છે જયારે 2500  હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૂરંગમાં જોવા મળતા અંધકાર પછી પ્રકાશને જોઇ રહયા હોવાનું જણાવીને દેશ કોરોના વાયરસના સંક્રમણથી ઝડપથી બહાર આવશે એવી આશા વ્યકત કરી હતી. અમેરિકામાં સ્વાસ્થ્ય ઉપકરણોની તંગી જોવા મળી રહી છે એવા અહેવાલ વચ્ચે ચીને ૧ હજાર વેન્ટિલેટર્સ અમેરિકાને દાનમાં આપવાનું હોવાનું જાણવા મળે છે.

વિશ્વમાં કોરોના વાયરસના ૧૨.૮૨ લાખ દર્દીઓમાં ચોથા ભાગના અમેરિકામાં 3 - image

ફેબુ્આરી માસની 15 તારીખે માત્ર કોરોના વાયરસના માત્ર 15 કેસ હતા. ત્યાર પછી સળંગ 3 દિવસ સુધી એક પણ કેસનો વધારો થયો ન હતો. 21 ફેબુઆરીએ અચાનક ઉછાળો આવતા 15 સંખ્યા વધીને 35 થઇ હતી. નવાઇની વાત તો એ છે કે માર્ચ મહિનાની શરુઆતમાં માત્ર 75  કેસ હતા પરંતુ જયારે 7  માર્ચના રોજ માત્ર 435  કેસ હતા જે 15 માર્ચના રોજ વધીને 3613  થયા હતા. જયારે 31  માર્ચના રોજ કોરોના વાયરસના 163728 કેસ નોંધાયા હતા. અપ્રિલ મહિનાની  6 તારીખ સુધીમાં એટલે કે માત્ર 6 દિવસમાં વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા વધીને બમણી થઇ છે. 

Tags :