Get The App

Coronavirus: ચીને કોરોના વાયરસ સામે લડવા ભારતને 1.70 લાખ PPE સુરક્ષા સૂટ આપ્યા

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News

નવી દિલ્હી, 6 એપ્રિલ 2020 સોમવાર

દેશમાં કોરોના (Coronavirus)સંક્રમણથી નિપટવા માટે સરકારી સ્તર પર બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે. ડોક્ટર અને અન્ય સ્વાસ્થકર્મીઓને આવશ્યક સંશાધન પણ આપવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન ચીને (China) ભારતને લગભગ 1.70 લાખ પર્સનલ પ્રોટેક્શન એક્વિપમેન્ટના (PPE) સુરક્ષા સૂટ (PPE Suit)આપ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ભારતને બધા સૂટ સોમવારે મળી ગયા છે.

આરોગ્ય મંત્રાલયના મતે ઘરેલું સ્તર ઉપર પણ 20 હજાર પીપીઇ સૂટ પ્રાપ્ત થયા છે. આવામાં કુલ 1.90 લાખ પીપીઈ સૂટ જલ્દી હોસ્પિટલો અને ડોક્ટરોને આપવામાં આવશે. આ સિવાય દેશમાં પહેલાથી જ 3,87,473 પીપીઈ સુરક્ષા સૂટ ઉપલબ્ધ છે.

આરોગ્ય મંત્રાલયના મતે કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધી રાજ્યોને 2.94 લાખ પીપીઈ સૂટ ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત રાજ્યોને 2 લાખ N-95 માસ્ક પણ મોકલવામાં આવી રહ્યા છે. આ બધા મળી 20 લાખ N-95 માસ્ક કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર તરફથી પહેલા એ રાજ્યોને સપ્લાય આપવામાં આવી રહી છે, જે કોરોના સંક્રમણથી સર્વાધિક ઝઝુમી રહ્યા છે. જેમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન સામેલ છે.

આ સિવાય દેશની મોટી મેડિકલ સંસ્થાઓ એમ્સ, સફદરજંગ હોસ્પિટલ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ, રિમ્સ, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ આ વસ્તુઓેને મોકલવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના મતે N-95 માસ્ક સહિત 80 લાખ પૂર્ણ પીપીઈ કિટ માટે સિંગાપુરની કંપનીને ઓર્ડર આપી દીધો છે. 11 એપ્રિલથી સપ્લાઇ શરુ થઈ જશે.

Tags :